સુશાંતના કેસમાં સ્યુસાઈડ નોટ નહોતી પણ મારા પતિ છોડી ગયા હતા

૨૦૧૮માં રિપબ્લિક ટીવી એડીટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામી અને અન્ય બે જણના નામ સ્યુસાઈડ નોટમાં લખીને આત્મહત્યા કરનારા અન્વય નાઈકની  પત્ની અને પુત્રીએ પોલીસના પગલાં બાદ આભાર વ્યક્ત કર્યો છે અને છેવટે ન્યાયની આશા જાગી હોવાનું જણાવ્યું હતું.

૨૦૧૮થી આ કેસમાં કેમ કોઈ પગલાં લેવાયા નહીં તેની મને જાણ નથી. મેં મારા પતિ અને સાલુને ગુમાવ્યા છે. મારા પતિએ સ્યુસાઈડ નોટમાં ત્રણ જણના નામ લખ્યા હતા. જો તેને પૈસા મળી ગયા હોત તો બંને જણા આજે જીવિત હોત. પ્રભાદેવીના નિવાસસ્થાન બહાર પત્રકારો સાથે વાતચીત કરી રહેલા અન્વયના પત્ની આકાંક્ષા નાઈકે જણાવ્યું હતું કે તેમના પતિને ફસાવાયા હતા અને તેમની રકમ તેમને ચૂકવાઈ નહોતી.

અન્વયે પોતે આત્મહત્યા કરવા પૂર્વે માતાને ફાંસો આપ્યો હતો. અમે કેસ નોંધ્યો ત્યારથી અનેક ધમકીઓ મળી હતી. લોકો અમારો પીછો કરતા અમારા ફોન ટેપ થતા હતા. અમે  ફક્ત પતિ માટે ન્યાય ઈચ્છતા હતા. અન્વયે સ્યુસાઈડ નોટમાં લખ્યું હતું કે રૂ.૮૩ લાખની રકમ રિપબ્લિક ટીવીએ ચૂકવી નથી અને રૂ.૫૫ લાખ અને રૂ.ચાર કરોડ  બાકીના બે જણે ચૂકવ્યા નથી.

આકાંક્ષાએ રાયગઢ પોલીસની ભૂમિકા પર સવાલ કર્યા હતા. અમને કહ્યા કર્યું હતું કે તપાસ ચાલુ છે અને તેમને કોર્ટમાં બોલાવાશે. રિપબ્લિક ટીવી દ્વારા અપાયેલા નિવેદન પરથી ખબર પડી કે કેસ બંધ કરી દેવાયો છે.

સુશાંત રાજપૂતના કેસમાં સ્યુસાઈડ નહોતી છતાં અર્ણબે ધરપકડની માગણી કરી પણ મારા પતિએ તો સ્યુસાઈડ નોટ તેના નામની લખી હતી તો કેમ કોઈ પગલાં લેવાયા નહોતા. અમે ગૃહપ્રધાન અનિલ દેશમુખને મળ્યા અને રક્ષણ માગ્યું હતું અને રાયગઢના એસપીને કેસ ફરી ખોલવાની અરજી કરી હતી. અમે વડાપ્રધાનને પત્ર પણ લખ્યો હતો પણ કોઈએ અમારી મદદ કરી નહોતી, એમ આકાંક્ષાએ જણાવ્યું હતું.

બોમ્બે હાઈકોર્ટે અર્ણબ ગોસ્વામીને વચગાળાના જામીન નકાર્યા

મેજિસ્ટ્રેટના આદેશ વિના કેસ રિઓપન કરી શકાય નહીં : બચાવ પક્ષ

૨૦૧૮ના આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાન ાકેસમાં ૧૮ નવેમ્બર સુધી અદાલતી કસ્ટડીમાં મોકલાવાયેલા રિપબ્લિક ટીવીના એડીટર ઈન ચીફ અર્ણબ ગોસ્વામીને વચગાળાના રાહત આપવાનો બોમ્બે હાઈકોર્ટે ઈનકાર કર્યો છે. ફરિયાદી અને રાજ્ય સરકારને સાંભળ્યા વિના વચગાળાનો આદેશ આપી શકાયનહીં, એમ ન્યા. શિંદે અને ન્યા. કર્મિકે જણાવીને અરજીની સુનાવણી શુક્રવારે બપોરે ત્રણ વાગ્યે મોકૂફ રાખી છે.

કોર્ટે ગોસ્વામીને આ કેસમાં ફરિયાદી અક્ષતા નાઈક (અન્વયની પત્ની)ને પ્રતિવાદી કરવાનો નિર્દેશ આપ્યો છે. અરજીમાં મગાયેલી વચગાળાની રાહત આપવા પૂર્વે અમારે તમામ પક્ષોને સાંભળવા પડશે.

મૃતકના પરિવારે તપાસ ટ્રાન્સફરની અરજી કરી હોવાથી ફરિયાદીને પણ અમારે સાંભળવા પડશે. પ્રતિવાદીઓનો જવાબ સાંભળ્યા બાદ પ્રતિવાદીઓનો જવાબ સાંભળ્યા બાદ આવતીકાલે અરજીને વિચારણામાં લેવામાં આવશે.

ગોસ્વામી વતી વરિષ્ઠ વકીલ આબાદ પોન્ડાએ જણાવ્યું હતું કે અલીબાગ મેજિસ્ટ્રેટ કોર્ટ સમક્ષ કરાયેલી જામીન અરજી પાછી ખેંચી લેવાઈ છે. મેજિસ્ટ્રેટે સ્પષ્ટતા કરી નથી કે જામીન અરજીની સુનાવણી થશે કે નહીં અને કેસ સેશન્સ કોર્ટના અધિકાર ક્ષેત્રમાં હોવાથી સુનાવણી કરવાની મુશ્કેલી વ્યક્ત કરી હતી. આથી અમે હાઈકોર્ટમાં વચગાળાના જામીન માટે અરજી કરી રહ્યા છીએ. એમ પોન્ડાએ જણાવ્યું હતું.

અલીબાગ કોર્ટે ગોસ્વામી અને અન્ય બેને ૧૮ નવેમ્બર સુધીની અદાલતી કસ્ટડી આપી હતી. પોલીસે ૧૪ દિવસની કસ્ટડી માગીહતી. પણ કોર્ટે કસ્ટોડિયલ પૂછપરછની જરૂર ન હોવાનું જણાવ્યું હતું. બુધવારે રાત્રે ગોસ્વામીને તબીબી તપાસ માટે રાજ્ય સંચાલિત હોસ્પિટલમાં લઈ જવાયા હતા.

સ્થાનિક સ્કૂલમાં આખી રાત વિતાવી હતી. આ સ્કૂલને અલીબાગ જેલ માટે કોવિડ સેન્ટર તરીકે નિયુક્ત કરાઈ હતી. આર્કિટેક્ટ- ઈન્ટીરીયર ડિઝાઈનર અન્વય નાઈક અને તેની માતાની આત્મહત્યા સંબંધી કેસમાં ગોસ્વામી અને અન્ય બે સામે આત્મહત્યા માટે પ્રવૃત્ત કરવાનો કેસ નોંધાયો છે. રિપબ્લિક ટીવી દ્વારા પૈસાની ચૂકવણી નહીં કરાતાં નાઈકે આ પગલું ભર્યું હતું. નાઈકે સ્યુસાઈડ નોટમાં જણાવ્યું હતું કે ગોસ્વામી, ફીરોઝ શેખ અને નિતેશ સરદા આ માટે જવાબદાર છે.

ગોસ્વામી વતી આબાદ પોન્ડાએ દલીલ કરી હતી કે તપાસ સંદતર ગેરકાયદે છે. કેસ રિઓપન કરીને નવેસરથી તપાસ શરૂ કરવી એ ક્રિમિનલ લોના સિધ્ધાંતના વિરુધ્ધ છે. પોલીસે ૨૦૧૯માં ફાઈલ કરેલી ‘એ’ સમરી મેજિસ્ટ્રેટે સ્વીકારી હતી. અદાલતી આદેશ વિના પોલીસે સ્વેચ્છાએ આ બાબતમાં દખલ કરી છે. પોલીસની સમરી સામે યોગ્ય આદેશ મેળવવો જરૂરી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.