માહિતી પ્રસારણ મંત્રાલયનાં સચિવ અજય પ્રકાશનું માનવું છે કે કોરોનાનાં કારણે આઇટી સેક્ટરમાં કામકાજની પધ્ધતી સંપુર્ણ રીતે બદલાઇ ગઇ છે, જે આગળ જતા ચાલું રહેશે, તેમનું કહેવું છે કે આ સેક્ટરમાં હવે 75 ટકા લોકો ઘરેથી જ કામ કરશે, તેમનું એ કહેવું છે કે અહીં હવે પહેલા જેવું કાંઇ જોવા મળશે નહીં.
કોરોનાનાં કારણે જ્યારે દેશમાં લોકડાઉન લાગુ કરવામાં આવ્યું તો આ સેક્ટરમાં ફ્લેક્સિબિલીટી જોવા મળી, લગભગ 97 ટકા કર્મચારીઓએ લોકડાઉન દરમિયાન ઘરથી કામ કર્યું, WFH હવે સામાન્ય થઇ ગયું છે, વર્ક ફ્રોમ હોમમાં ડોમેસ્ટિક અને ઇન્ટરનેશનલ, બંને રીતે ક્લાયન્ટને સારી રીતે મેનેજ કરવામાં આવ્યા.
માઇક્રોસોફ્ટનાં કાર્યક્રમમાં બોલતા અજય પ્રકાશે કહ્યું કે હવે સત્ય એ જ છે કે હું ઘર છોડીને ઓફિસ જવા અંગે વિચારી રહ્યો નથી. આઇટી સેક્ટરમાં દરરોજ ઓફિસ જવાને લઇને હવે તો ચર્ચા પણ બંધ થઇ ગઇ છે, એવામાં શક્ય છે કે કોરોના સંકટ ટળ્યા પછી પણ આ સેક્ટરમાં 75 ટકા લોકો ઘરેથી જ કામ કરશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.