જમ્મુ-કાશ્મીરને જો પાકિસ્તાન સાથે જવું હોત તો 1947માં જ ચાલ્યું જાત: ફારૂક અબ્દુલ્લા

નેશનલ કોન્ફરન્સના પ્રમુખ ફારૂક અબ્દુલ્લાએ કહ્યું કે, જો જમ્મુ કાશ્મીરને પાકિસ્તાન સાથે જવું હોત તો એવું 1947માં જ થઈ ગયું હોત અને તેને કોઈ રોકી શકત નહી. તેમણે કહ્યું, આપણો દેશ મહાત્મા ગાંધીનું ભારત છે, ભાજપનું ભારત નથી.

જમ્મુમાં એક રેલીને સંબોધિત કરતા જમ્મુ કાશ્મીરના પૂર્વ મુખ્યમંત્રીએ કહ્યું કે, 28 વર્ષ વચનો આપવામાં આવ્યા કે અમે કાશ્મીરી પંડિતોને પરત લઈને આવીશું., 5 વર્ષ તો થઈ ગયાં તેમના, આ પાંચ વર્ષ પણ ચાલ્યા જશે. કાશ્મીરી પંડિત આજે પણ રાહ જોઈ રહ્યાં છે તે દિવસો ક્યારે આવશે.

આપણે આપણી જમીનમાં જ સુરક્ષિત નથી: ઉમર અબ્દુલ્લા

આ સિવાય આ કાર્યક્રમ દરમિયાન ઉમર અબ્દુલ્લાએ વિકાસ કાર્ય પર સવાલ ઉઠાવ્યા. તેમણે કહ્યું કે, ક્યાં છે વિકાસ કાર્ય? આવા કામો શરૂ થવા માટે એક વર્ષ ત્રણ માસ પુરતો છે. અમે હંમેશા તે કહીશું કે એ ખોટી ધારણાંમાં ન રહો કે, આર્ટિકલ 370 અને 35Aને હટાવવાથી બધી મુશ્કેલીઓ દુર કરી દેશે. આ જમ્મુ કાશ્મીર માટે ઉઠાવવામાં આવેલું સૌથી ખોટું પગલું છે. આપણે આપણી જમીનમાં જ સુરક્ષિત નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.