ધર્મગ્રંથ અનુસાર ફક્ત ૐ શબ્દના ઉચ્ચારણથી જ બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું આહવાન થઇ જાય છે. જાણૉ અલગ-અલગ ધર્મ ગ્રંથમાં લખેલી ૐથી જોડાયેલી ખાસ વાત…
અક્ષર ૐ જ બ્રહ્મ છે અને પરબ્રહ્મ છે. જે વ્યક્તિ તેના મહત્વને ધ્યાનમાં લે છે અને દરરોજ ૐનું ઉચ્ચારણ કરે છે, તે વ્યક્તિ જે ઇચ્છે તે મેળવી શકે છે.
ગોપથ બ્રાહ્નણ અનુસાર
જો કોઈ પણ મંત્રનો જાપની શરૂઆતમાં ૐ લગાવવામાં ના આવે તો તે મંત્રનો જાપ નિરર્થક થાય છે. મંત્રના જાપની શરૂઆતમાં ૐ લગાવવાથી મંત્રોચ્ચારણથી મેળવેલું ફળ અનેકગણું વધે છે.
તમારા મનમાં ૐ શબ્દને સ્થિર કરો અને તેનો જાપ કરતા રહો. જે વ્યક્તિ ૐ શબ્દનું ધ્યાન અને જાપ કરે છે તેને ક્યારેય કોઈ પણ પ્રકારનો ભય સતાવતો નથી.
કઠોપનિષદ અનુસાર
બધાં વેદોનો સાર,તપસ્વીઓનું તપ અને વિજ્ઞાનીઓનું જ્ઞાન ઓમ શબ્દમાં વસેલું છે. એટલા માટે શાંત મનથી ૐ શબ્દનું ઉચ્ચારણ કરવું જોઈએ.
-
શ્રીમદ ભાગવત ગીતા અનુસાર
જે વ્યક્તિ મનને સ્થિર કરીને યોગાવસ્થામાં આવીને બ્રહ્મ રૂપી શબ્દ ૐનું ઉચ્ચારણ કરીને તેના શરીરની ત્યાગ કરે છે તે પુરુષ પરમ ગતિને પ્રાપ્ત કરે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.