કોહલીને બેંગ્લોરના કેપ્ટન તરીકે હટાવી દેવો જોઈએ, બેંગ્લોરની હાર બાદ ગૌતમ ગંભીરનુ સ્ફોટક નિવેદન

સનરાઈઝર્સ હૈદ્રાબાદ સામે હારીને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર આઈપીએલમાંથી બહાર ફેંકાઈ ગઈ છે.આવામાં ભારતીય ટીમના પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે બેંગ્લોરના કેપ્ટન વિરાટ કોહલીને લઈને મોટુ નિવેદન આપ્યુ છે.

ગંભીરનુ કહેવુ છે કે, જો હું બેંગ્લોરની ટીમ મેનેજમેન્ટમાં હોત તો કોહલીને કેપ્ટનશિપમાંથી હટાવી દીધો હતો.કારણકે કોહલી 2013થી બેંગ્લોરનો કેપ્ટન છે પણ તેની આગેવાની હેઠળ અત્યાર સુધી આરસીબી એક પણ વખત આઈપીએલ ટ્રોફી જીતી નથી.હું કોઈ પણ રીતે કોહલીની વિરુધ્ધમાં નથી પણ તમારે મેદાન પર સારુ પ્રદર્શન કરવુ પડતુ હોય છે.

જોકે ગંભીરના નિવેદનને લઈને કેટલાકનુ માનવુ છે કે, 2013ની આઈપીએલ સિઝનમાં ગંભીર કોલકાતાનો કેપ્ટન હતો અને તે વખતે એક મેચ દરમિયાન મેદાન પર કોહલી અને ગંભીર વચ્ચે બોલાચાલી થઈ હતી.આ વાતને ગંભીર હજી ભુલ્યો નથી.બંને વચ્ચે એટલો ઉગ્ર ઝઘડો થયો હતો કે બીજા ખેલાડીઓ અને અમ્પાયરને વચ્ચે પડવુ પડ્યુ હતુ.એ પછી ગંભીર અને કોહલી વચ્ચે સારા સબંધો નહી હોવાની અટકળો પણ થઈ રહી હતી.

જોકે ગંભીર આ બાબતે કહી ચુક્યો છે કે, ઝઘડામાં વ્યક્તિગત કશું નહોતુ.જોકે બંને ખેલાડીઓને તેમના વ્યવહારને લઈને દંડ ફટકારવામાં આવ્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.