આઈઆઈટી દિલ્હીના દિક્ષાંત સમારોહમાં મુખ્ય અતિથિ તરીકે પીએમ મોદીએ વિડિયો કોન્ફરન્સિંગથી વિદ્યાર્થીઓને સંબોધન કર્યુ હતુ.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, કોરોનાની મહામારીએ દુનિયાને એક વાત શીખવાડી છે અને તે છે કે ગ્લોબલાઈઝેશનની સાથે સાથે આત્મનિર્ભરતા પણ એટલી જ જરુરી છે.ટેકનોલોજીની ભારતને બહુ જરુર છે અને ટેકનોલોજીમાં ભારતીયોને વિશ્વાસ પણ બહુ છે અને તમારા ભવિષ્યની રોશની મને આ બાબતમાં દેખાય છે.આખા દેશમાં તમારા માટે બહુ જ તકો છે, દેશ સામે પડકાર પણ બહુ છે અને તેનુ સમાધાન તમે શોધી શકો તેમ છે.
તેમણે કહ્યુ હતુ કે, કોરોના કાળ બાદની દુનિયા બહુ બદલાવાની છે અને તેમાં ટેકનોલોજીની બહુ મોટી ભૂમિકા રહેશે.એક વર્ષ પહેલા કોઈએ વિચાર્યુ નહોતુ કે મોટી મોટી બેઠકો અને કાર્યક્રમો જિટિટલ માધ્યમથી થશે.ભારતમાં પણ ટેકનોલોજીના કારણે દુર્ગમ સ્થળોએ પહોંચ આસાન બની છે.ભ્રષ્ટાચારની શક્યતાઓ ઓછી કરી છે.દેશ તમને વ્યવસાય કરવા માટે સરળતા કરી આપશે અને તમારે દેશના લોકોની સુવિધા વધારવાનુ કામ કરવાનુ છે.ગુણવત્તા પર ધ્યાન કેન્દ્રીત કરજો અને તેની સાથે ક્યારેય સમાધાન ના કરતા.
પીએમ મોદીએ કહ્યુ હતુ કે, આત્મનિર્ભર ભારત અભિયાનમાં પણ ટેકનોલોજીનો રોલ બહુ મહત્વનો પૂરવાર થવાનો છે.આત્મનિર્ભર ભારત અભિયાન તમારા જેવા ટેકનોક્રેટને અનેક નવી તકો આપવા માટે બહુ મહત્વનુ પૂરવાર થવાનુ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.