અભિષેકને ફિલ્મોમાં કામ અપાવવા માટે પિતા અમિતાભે કદી પ્રયાસ કર્યા નથી

અભિષેક  બચ્ચનએ બોલીવૂડનો વિવાદ બની રહેલા ભાઇ-ભતીજાવાદ (નેપોટિઝમ) પર પોતાનું ઉદાહરણ આપ્યું છે. તેની વાત માનીએ તો તેની ૨૦ વરસની ફિલ્મની કારકિર્દીમાં તેના પિતા અમિતાભ બચ્ચને કદી તેની મદદ કરી નથી. તેનું કહેવું છે કે,કોઇ પણ એકટરની લાંબી કારકિર્દી માટે ઓડિયન્સની પસંદગી જ મહત્વની છે.

અભેષક બચ્ચનએ એક વાતચીત દરમિયાન જણાવ્યું હતું કે, વાસ્તવિકતા તો એ છે કે, મારા પિતાએ કદી મારી ભલામણ માટે ફોન સુદ્ધાં ઉપાડયો નથી. તેમણે મારા માટે એક પણ ફિલ્મ બનાવી નથી. તેના કરતાં તો મેં તેમના માટે ફિલ્મ પા નું નિર્માણ કર્યું હતું. મારો કહેવાનો મતલબ  એ છે કે, તેમણે કદી ફિલ્મ અપાવવા માટે મારી મદદ કરી નથી.

જુનિયર બચ્ચનએ વધુમાં કહ્યું હતુ ંકે, લોકોએ સમજવું જોઇએ કે આ એક બિઝનેસ છે. પહેલી ફિલ્મ જો ટીકિટબારી પર કલેકશન ન કરી શકે તો સમજી જવું કે હવે ભવિષ્યમાં વધુ ફિલ્મ મેળવવા માટે બહુ ફાંફા મારવા પડશે. આ મનોરંજન ઇન્ડસ્ટ્રીની કડવી વાસ્તવિકતા છે.

અભિષેક એમ પણ કહ્યુ ંહતુ ંકે, જ્યારે મારી ફિલ્મો ચાલી નહીં, ત્યારે મને અન્ય ફિલ્મોમાંથી રિપ્લેસ કરવામાં આવ્યો હતો એ હું આજે પણ ભૂલ્યો નથી. મારી ઘણી એવી ફિલ્મો હતી જે બજેટ ન હોવાને કારણે બની જ ન શકી તેનું મુખ્ય કારણ પણ હું રોકાણ માટે યોગ્ય અભિનેતા ન હોવાનું હતું.

જોકે જુનિયર બચ્ચન હવે એક પછી એક પ્રોજેકટ સાઇન કરી રહ્યો છે. તેણે વેબ સીરીઝ પણ કરી છે અને તેને પણ સારો પ્રતિસાદ મળ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.