માઇગ્રેઇન અટેક પહેલા આ સંકેતોને ઓળખો, નહીં તો પરેશાની વધી શકે છે

માથાનો દુખાવો થવો એક સામાન્ય સમસ્યા છે જે લગભગ દરેકને ક્યારેકને ક્યારેક થાય જ છે. માઇગ્રેઇન પણ એક પ્રકારનો માથાનો દુખાવો જ છે પરંતુ આ સામાન્ય માથાના દુખાવાથી તદ્દન અલગ જ છે. તેમાં થતો માથાનો દુખાવો ઘણો તકલીફદાયક હોય છે.. એવું લાગે છે કે જાણે માથામાં કોઇ જોર-જોરથી હથોડો મારી રહ્યા છે. હકીકતમાં માઇગ્રેઇન નસોથી સંબંધિત એક ગંભીર સમસ્યા છે જે માથાનાં બંને તરફ અથવા અડધા ભાગમાં થઇ શકે છે. કોઇ-કોઇનું માઇગ્રેઇન અટેક માત્ર કેટલાક કલાકનું જ હોય છે પરંતુ કેટલાક લોકોને આ કેટલાય દિવસો સુધી અસર કરે છે. જાણો, માઇગ્રેઇન અટેક પહેલાનાં સંકેત વિશે જેનાથી જાણવા મળે છે કે વ્યક્તિને માઇગ્રેઇનનો અટેક આવી શકે છે.

મૂડ સ્વિંગ અથવા વારંવાર મૂડ બદલવો

એવું જોવા મળ્યું છે કે કેટલાક લોકોમાં માઇગ્રેઇન અટેકથી કેટલાક દિવસ અથવા કેટલાક કલાક પહેલા ઉદાસીનતા અથવા ચિડચિડયાપણુ આવી જાય છે. જો કે આ પણ શક્ય છે કે કેટલાક લોકો વધારે ખુશી અથવા ઉત્સાહનો અનુભવ કરતાં હોય છે.

ઓછી અથવા વધારે ઊંઘ આવવી

માઇગ્રેઇન અટેક પહેલા કેટલાક લોકોને થાકનો અહેસાસ થાય છે, જેના કારણે તેમને ઓછી અથવા વધારે ઊંઘ આવે છે. માઇગ્રેઇનથી પીડિત લોકોને આ સંકેત સમજવાની જરૂર છે. તેનાથી તેઓ કદાચ આ અટેકને રોકી શકે છે.

પાચનતંત્રને અસર થવી

માઇગ્રેઇનના અટેક પહેલા શક્ય છે કે તમને તમારા પાચનતંત્રમાં તેની અસર જોવા મળે એટલે કે તમને કબજિયાત અથવા તો દસ્ત જેવી સમસ્યા થઇ શકે છે. માઇગ્રેઇનથી પીડિત લોકોને આ સંકેત પર ધ્યાન આપવાની જરૂર હોય છે.

આંખોની રોશની ઓછી થવી

કેટલાય લોકોને જેમ-જેમ માઇગ્રેઇન અટેકનો સમય નજીક આવતો જાય છે તેમ-તેમ આંખોની રોશની પણ ઓછી થવા લાગે છે. આ ઉપરાંત તીવ્ર રોશની પણ આંખોને અસર કરી શકે છે. માઇગ્રેઇન પીડિતોએ આ સંકેત સમજવા જોઇએ. તેનાથી શક્ય છે કે તેઓ તેના અટેકને અટકાવી શકે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.