નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિનું અર્થવ્યવસ્થા મુદ્દે મોટું નિવેદન, મોદી સરકારને આપી સલાહ

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ પરાકલા પ્રભાકરે એક મીડિયામાં લેખ લખીને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે અને એને સુધારવા માટે સરકારે જરૂરી પગલા ભરવા જોઇએ.

નાણામંત્રી નિર્મલા સીતારમણના પતિ અને આંધ્ર પ્રદેશ સરકારના પૂર્વ સંચાર સલાહકાર પરાકલા પ્રભાકરે એક અંગ્રેજી પેપરમાં લેખ લખીને કહ્યું છે કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. એમને કહ્યું કે સરકાર આ સંકટથી નિપટવા માટે કોઇ રોડમેપ રજૂ કરી શકી નથી.

પ્રભાકર હૈદરાબાદની એક ખાનગી કંપની રાઇટ ફોલિયોના મેનેજિંગ ડિરેક્ટર પણ છે. એમને કહ્યું કે ભારતીય અર્થવ્યવસ્થાની સ્થિતિ ખરાબ છે. સરકાર ભલે ના પાડે, પરંતુ જે આંકડા સામે આવી રહ્યા છે એના પરથી એવું જાણવા મળી રહ્યું છે કે એક એક કરીને ઘણા સેક્ટર સંકટના સમયનો સામનો કરી રહી છે

લેખમાં કહેવામાં આવ્યું છે કે, ‘ભારતીય ખાનગી ખપતમાં ઘટાડો થયો છે અને આ 18 મહિનાના નીચેના સ્તર 3.1 ટકા સુધી પહોંચી ગયો છે. આ નાણાંકીય વર્ષની પહેલી ત્રિમાસીકમાં જીડીપી ગ્રોથ 6 વર્ષના નીચેના સ્તર પર 5 ટકા પર પહોંચી ગઇ છે. બેરોજગારી દર 45 વર્શના ઉપરી સ્તર સુઘી પહોંચી ગઇ છે.’

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.