ચાર વર્ષના કાર્યકાળમાં ટ્રમ્પ 20000 વખત જુઠ્ઠુ બોલ્યા, અમેરિકન અખબારનો દાવો

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણીમાં હાલના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની હાર હવે લગભગ નક્કી જ છે ત્યારે ટ્રમ્પ પોતાના ચાર વર્ષના શાસનકાળમાં 20000 વખત જુઠ્ઠુ બોલ્યા હોવાનો દાવો ફેક્ટ ચેક કરતી એક વેબસાઈટે કર્યો છે.

આ વેબસાઈટના કહેવા પ્રમાણે ટ્રમ્પના અડધા કરતા વધારે નિવેદનો ખોટા હતા.અમેરિકાના અખબાર વોશિંગ્ટન પોસ્ટના ડેટાબેઝ પ્રમાણે ટ્રમ્પે 2016માં રાષ્ટ્રપતિ તરીકે કાર્યભાર સંભાળ્યો એ બાદ રોજે રોજ જુઠ્ઠાણા ચલાવ્યા હતા.જેમ કે ટ્રમ્પે ચાર વર્ષ દરમિયાન 407 વખત દાવો કર્યો હતો કે, મેં સૌથી મજબૂત અમેરિકન ઈકોનોમીનુ નિર્માણ કર્યુ છે.સાચી વાત એ છે કે, ટ્રમ્પના કાર્યકાળ કરતા વધારે સારી ઈકોનોમી આઈઝેન હોવર, લિન્ડન જોહન્સન અને બિલ ક્લિન્ટનના કાર્યકાળમાં રહી હતી.

ટ્રમ્પે રાષ્ટ્રવાદી વિચાર સરણીને હવા આપવા માટે શરુઆતથી મેક્સિકો બોર્ડર પર ઘૂસણખોરોને રોકવા માટે મોટી દિવાલ બનાવવાનુ એલાન કર્યુ હતુ.સેંકડો વખત તેમણે કહ્યુ હતુ કે બહુ જલ્દી દિવાલનુ કામ પુરુ થશે પણ હકીકત એ છે કે, કોન્ક્રિટની દિવાલ બનાવવાનુ કામ હજી હમણા શરુ થયુ છે.આ પહેલાથી યથાવત વાડના કેટલાક હિસ્સાને મોટો કરવામાં આવ્યો છે.

ટ્રમ્પે કહ્યુ હતુ કે, 2016ની ચૂંટણીમાં રશિયા સાથે કોઈ ડીલ નહોતી થઈ પણ એક રિપોર્ટમાં દાવો કરાયો હતો કે, ટ્રમ્પને જીતાડવા માટે રશિયા સાથે મળીને હરિફ ઉમેદવાર હિલેરી ક્લિન્ટનને બદનામ કરવાની કોશિશ કરાઈ હતી.જોકે કોર્ટમાં આ રિપોર્ટ સાબિત થયો નહોતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.