નોટબંધીના ચાર વર્ષ આજે પૂરા થયા છે.કાળા નાણાના દૈત્યને નાથવા માટેના એલાન સાથે પીએમ મોદીએ નોટબંધીની જાહેરાત કરી હતી.
જોકે આજે તેને ચાર વર્ષ પુરા થયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ નોટબંધી પર ફરી એક વખત સવાલો ઉઠાવ્યા છે.રાહુલ ગાંધીએ એક વિડિયો ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, નોટબંધી પીએમ મોદીની એક પૂર્વ યોજીત ચાલ હતી.જેથી પોતાના માનીતા ઉદ્યોગપતિ મિત્રોના લાખો કરોડોનુ દેવુ માફ કરી શકાય.નોટબંધી એ ભૂલ નહોતી પણ જાણી જોઈને કરવામાં આવેલી ભૂલ હતી.આ રાષ્ટ્રિય ત્રાસદીના ચાર વર્ષ પુરા થયા છે.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, કોરોનાનુ સંકટ ભારત સામે ઉભુ છે અને સવાલ એ છે કે, બાંગ્લાદેશની ઈકોનોમી ભારત કરતા આગળ કેવી રીતે નિકળી ગઈ.એક સમય એવો હતો કે, ભારત દુનિયામાં સૌથી સારુ પ્રદર્શન કરનાર ઈકોનોમી હતી.કોરોનાને ભારતની ઈકોનોમી ધ્વસ્ત થવા પાછળનુ કારણ ગણાવાય છે પણ કોરોના વાયરસનો પ્રકોપ તો બાંગ્લાદેશ અને દુનિયાના બીજા દેશોમાં પણ છે તો ભારત કેમ પાછળ રહી ગયુ છે…આ સવાલનો જવાબ એ છે કે, કોરોનાના કારણે નહીં પણ નોટબંધી અને જીએસટી જેવા નિર્ણયોથી ભારત પાછળ પડી ગયુ છે.ચાર વર્ષ પહેલા નરેન્દ્ર મોદીએ ભારતની ઈકોનોમી પર આક્રમણ શરુ કર્યુ હતુ અને પોતાના પગ પર કુહાડી મારી હતી.પીએમ મોદીની લડાઈ કાળા નાણા સામે હતી જ નહીં.
રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, પીએમ મોદી તમારા પૈસા છીનવીને પોતાના ગણતરીના મિત્રોને આપવા માંગે છે.નોટબંધી સમયે સામાન્ય જનતા લાઈનમાં ઉભી હતી પણ મોદીના મોટા મોટા ઉદ્યોગપતિ મિત્રો લાઈનમાં નજરે પડયા નહોતા.તમે તમારા પૈસા બેન્કમાં મુક્યા હતા અને આ પૈસા પીએમ મોદીએ પોતાના મિત્રોને આપ્યા અને તેમનુ 3.50 લાખ કરોડનુ દેવુ પણ માફ કર્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.