બાઈડેનને વિજય બદલ ટ્રમ્પ અભિનંદન પણ નહીં આપે, અમેરિકન મીડિયાને આશંકા

 રાષ્ટ્રપતિ પદની ચૂંટણી માટેના પ્રચાર દરમિયાન ડોનાલ્ડ ટ્રમ્પ અને જો બાઈડેન વચ્ચે ભારે કડવાશ જોવા મળી હતી.

બાઈડેનની જીત થઈ હોવા છતા હજી પણ ટ્રમ્પ હાર માનવા માટે તૈયાર નથી ત્યારે અમેરિકન મીડિયાને એવી આશંકા છે કે, ટ્રમ્પ બાઈડે્નને ચૂંટણી જીતવા માટે અભિનંદન પાઠવવાનો પણ ઈનકાર કરી દેશે.આવુ થશે તો અમેરિકામાં 124 વર્ષ જુની પરંપરા તુટી જશે.

અમેરિકાના ઈતિહાસમાં 1896ની ચૂંટણીમાં પહેલી વખત હારનારા ઉેમદવાર વિલિયમ્સ જેસિંગ બ્રાયને પોતાના હરીફ અને રિપબ્લિકન પાર્ટીના ઉમેદવારન વિલિયમ મેકિનલેને જીતવા બદલ અભિનંદન આપ્યા હતા.એ પછી હારનાર ઉમેદવાર જીતનાર ઉમેદવારને અભિનંદન આપે તેવી પરંપરા શરુ થઈ હતી.

જોકે ટ્રમ્પના સ્વભાવને જોતા આ પરંપરા તુટે તેવી અમેરિકન મીડિયાને આશંકા છે.ટ્રમ્પ અચાનક જ ચોંકાવી દે તેવા નિર્ણયો લેવા માટે એમ પણ જાણીતા છે.તેઓ ચૂંટણી પ્રચાર દરમિયાન બાઈડેનને માનસિક રીતે બિમાર, ભ્રષ્ટાચારી, ચીનના ખોળામાં રમનાર અને ડાબેરી એમ ઘણા પ્રકારના વિશેષણોથી સંબોધી ચુક્યા છે.

રવિવારે પણ ટ્રમ્પે ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, ચૂંટણી હું જ જિત્યો છું અને મને 7.10 કરોડ વોટ મળ્યા છે.ટ્રમ્પે ચૂંટણીમાં ગોટાળા થયાના આક્ષેપ સાથે સુપ્રીમ કોર્ટમાં જવાની પણ ચીમકી આપી છે.આવામાં શક્યતા એવી છે કે, ટ્રમ્પ બાઈડનને જિત માટે અભિનંદન ના પાઠવે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.