1 કરોડ ઈમિગ્રટન્સને નાગરિકતા આપશે બાઈડેન, પાંચ લાખ ભારતીયોને થશે ફાયદો

અમેરિકાના રાષ્ટ્રપતિ પદની ચૂંટણી જીતનાર ડેમોક્રેટિક પાર્ટીના ઉમેદવાર જો બાઈડેન અમેરિકામાં રહેતા એક કરોડથી વધારે ઈમિગ્રન્ટસને નાગરિકતા આપવા જઈ રહ્યા છે.

જેનો સીધો ફાયદો પાંચ લાખ જેટલા ભારતીયોન પણ મળવાનો છે.બાઈડેનના પ્લાન પ્રમાણે દર વર્ષે 95000 લોકોને નાગરિકતા આપવામાં આવશે.બાઈડેને ચૂંટણી પ્રચાર માટે જે જાહેરાત કરી હતી તે પ્રમાણે બાઈડેન સરકાર પરિવાર આધારિત ઈમિગ્રેશનનુ સમર્થન કરશે અને તેના કારણે વીઝા માટેની અરજીઓનો જે બેકલોગ છે તે દુર કરવામાં આવશે.આ માટે અમેરિકાની ઈમિગ્રેશન પધ્ધતિમાં પણ સુધારા કરવામાં આવશે.

પોલિસી ડોક્યુમેન્ટમાં કહેવાયુ છે કે, બાઈડેન અમેરિકા આવનારા શરણાર્થીઓને પણ આશરો આપશે.અમેરિકા દર વર્ષે 1.25 લાખ શરણાર્થીઓને એન્ટ્રી આપશે.

બાઈડેનની નીતિ અગાઉની ટ્રમ્પ સરકાર કરતા અલગ હશે.ડોનાલ્ડ ટ્રમ્પે પોતાના શાસનકાળમાં અમેરિકા ફર્સ્ટની નીતિના ભાગરુપે ઈમિગ્રન્ટસ પર ભારે પ્રતિબંધો મુક્યા હતા.ઉપરાંત ઘૂસણખોરી પર લગામ મુકવા માટે પણ જાહેરાતો કરી હતી.ટ્રમ્પની આ નીતિના કારણે મોટાભાગના એશિયન મૂળના નાગરિકોએ તેમને મત આપ્યા નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.