કાશ્મીરનો મુદ્દો વારંવાર ઉઠાવવા બદલ કોંગ્રેસના નેતા શશી થરુરે પાકિસ્તાનની આકરી ટીકા કરી છે. સર્બિયાના બેલગ્રેડમાં ચાલી રહેલી એશિયન પાર્લામેન્ટરી એસેમ્બલી (APA)માં રવિવારના રોજ પાક સેનેટના અધ્યક્ષે જણાવ્યું હતું કે કાશ્મીરની સ્થિતિને જોતા તેમનો દેશ ડિસેમ્બરમાં નિર્ધારીત કરવામાં આવેલ APA બેઠકની યજમાની કરી શકે તેમ નથી. આ અંગે થરુરે જણાવ્યું હતું કે કાશ્મીર ભારતની આંતરિક બાબત છે. તેનાથી પાકિસ્તાનના જનજીવન અને કામકાજ પર કેવી રીતે અસર પડી શકે છે.
થરુરે એપીએની બેઠકમાં બિનજરૂરી રીતે કાશ્મીર પર રાજનીતિ કરવા બદલ પાકિસ્તાનની આકરી ટીકા કરી હતી. કોંગ્રેસના નેતાએ જણાવ્યું હતું કે ભારતની આંતરિક બાબતો તેની સીમાની બહાર જતી નથી અને તેના પડોશીને આ અંગે કોઈ જ મતલબ નથી. થરૂરે જણાવ્યું હતું કે પાકિસ્તાન કાશ્મીરને ટાંકી ડિસેમ્બરમાં એપીએ બેઠકની યજમાની નહી કરી શકવાની નિષ્ફળતા છૂપાવી રહ્યું છે.
બેલગ્રેડમાં લોકસભા સ્પીકર ઓમ બિરલાના નૈતૃત્વમાં ભારતીય સાંસદોના પ્રતિનિધિ મંડળે અન્ય દેશોની સાથે બેઠકમાં ભાગ લીધો હતો. આ મંડળમાં સાંસદ શશી થરુર, કનિમોઝી કરુણાનિધિ, વાનસુક સાઈમ, જુગલ કિશોર શર્મા અને અન્ય સાંસદોનો સમાવેશ થતો હતો. આ ઉપરાંત અધિકારીઓમાં લોકસભાના મહાસચિવ સ્નેહલતા શ્રીવાસ્તવ અને રાજ્યસભાના મહાસચિવ દેશ દીપક વર્માએ પણ બેઠકમાં ભાગ લીધો હતો.
પાકિસ્તાન આ અગાઉ સંયુક્ત રાષ્ટ્ર, કોમનવેલ્થ મીટ અને યુએન માનવઅધિકાર પરિષદમાં પણ જમ્મુ-કાશ્મીરમાંથી અનુચ્છેદ-370 હટાવવાનો મુદ્દો ઉઠાવી ચુક્યું છે. જોકે દરેક મોરચે તેને નિષ્ફળતા જ મળી છે. પાકિસ્તાનના વડાપ્રધાન ઈનરાન ખાને સંયુક્ત રાષ્ટ્ર મહાસભામાં ભારત વિરુધ્ધ ભડકાઉ ભાષણ આપ્યું હતું. આ અંગે યુએનમાં ભારતની ફર્સ્ટ સેક્રેટરી વિદિશા મૈજ્ઞાએ જણાવ્યું હતું કે જેન્ટલમેન ગેમ (ક્રિકેટ) રમનાર ઈમરાનનું આ ભાષણ અસભ્યતા જેવું હતું. તેમણે કહ્યું હતું કે પાકિસ્તાન એકમાત્ર એવો દેશ છે, જ્યાં અલકાયદા અને અન્ય આતંકવાદીઓને પેન્શન અને આશરો મળી રહ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.