મારી માતા ભારતથી અમેરિકા આવી ત્યારે પુત્રી ઉપ રાષ્ટ્રપતિ બનશે તેવુ વિચાર્યુ પણ નહીં હોય:કમલા હેરિસ

અમેરિકાના રાષ્ટ્રપતિ તરીકે જો બાઈડેનની સાથે ઉપ રાષ્ટ્રપતિ તરીકે ભારતમાં મૂળિયા ધરાવતા કમલા હેરિસ ચૂંટાયા છે.

કમલા હેરિસે પોતાના સમર્થકોનો દિલથી આભાર માન્યો છે.તેમણે વિજય બાદના પોતાના પહેલા સંબોધનમાં પોતાની માતા શ્યામલા ગોપાલનને યાદ ,કરતા કહ્યુ હતુ કે, 19 વર્ષની વયે જ્યારે તે ભારતથી અમેરિકા આવી હતી ત્યારે તેણે આવી કલ્પના પણ નહીં કરી હોય.

હેરિસે કહ્યુ હતુ કે, આપણે આગળ બહુ કામ કરવાનુ છે.હું ભલે આ પદ માટે ચૂંટાયેલી પહેલી મહિલા છું પણ છેલ્લી પણ નથી.હું આજે અહીંયા ઉભી છું તે માટે જો સૌથી વધારે કોઈનો આભાર માનુ  તો તે મારી માતા શ્યામલા હેરિસ છે.તે 19 વર્ષની વયે ભારતથી અમેરિકા આવી હતી , તે વખતે તેને કદાચ કલ્પના પણ નહોતી કે મારી પુત્રી ઉપ રાષ્ટ્રપતિ બનશે પણ તે અમેરિકાના મુલ્યોમાં ભારે વિશ્વાસ કરતી હતી અને તેને ખબર હતી કે અમેરિકામાં  કોઈને પણ આગળ જવાની તક મળી શકે છે.

હેરિસે આગળ કહ્યુ હતુ કે, આજે રાતે હું મારી માતા અને તેની પેઢીની મહિલાઓ, અશ્વે, મહિલાઓ, એશિયન, વ્હાઈટ, લેટિન અને નેટિવ અમેરિકન મહિલાઓ માટે વિચારી રહીં છું જેમણે અમેરિકાના ઈતિહાસમાં સતત સંઘર્ષ કરીને આગળની પેઢીની મહિલાઓ માટેનો માર્ગ મોકળો કર્યો છે.મારી જીત મહિલાઓ માટે એક શરુઆત જ છે અને હું આ પદ પર પહોંચનાર આખરી મહિલા નથી જ.

ઉલ્લેખનીય છે કે, કમલા હેરિસની માતાના તામિલનાડુના તિરુવર જિલ્લામાં આવેલા થુલાસેન્દ્રાપુરમ ગામમાં જશ્નનો માહોલ છે.શ્યામલા હેરિસ અહીંની રહેવાસી છે.કમલા હેરિસની જીત બાદ ગામમાં ફટકાડા ફૂટ્યા હતા.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.