પેપર કપમાં ચા પીવી શરીર માટે છે હાનિકારક, સ્વાસ્થ્ય પર પાડી શકે છે ગંભીર અસર

કાગળમાંથી બનેલા યૂઝ એન્ડ થ્રો કપમાં ચા પીવી સ્વાસ્થ્ય માટે હાનિકારક સાબિત થઈ શકે છે અને જો કોઈ વ્યક્તિ તેમાં આ કપમાં દિવસમાં ત્રણ વાર ચા પીવે તો તેના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સુક્ષ્મ કણ ચાલ્યા જાય છે. IIT ખડગપુરના એક અધ્યયનમાં આ વાત સામે આવી છે.

IIT ખડગપુરમાં એસોસિએટ પ્રોફેસર સુધા ગોયલે કહ્યું કે, એકવાર ઉપયોગમાં લેવામાં આવતા કાગળના કપોમાં પીણું પીવું એ એક સામાન્ય વાત છે. અમારા સંશોધનમાં તે વાત કન્ફર્મ થઈ છે કે આ કપમાં પ્લાસ્ટિક અને અન્ય હાનિકારક તત્વોના કારણે ગરમ પ્રવાહી પદાર્થ દુષિત થઈ જાય છે. આ કપ બનાવવા માટે સામાન્ય રીતે હાઈડ્રોફોબિક ફિલ્મની પરત ચડાવવા આવે છે જે મુખ્યત: પ્લાસ્ટિકની બનેલી હોય છે. તેની મદદથી કપમાં પ્રવાહી પદાર્થ ટકી રહે છે. આ પરત ગરમ પાણી રાખવા પર 15 મીનિટમાં ઓગળવા લાગે છે.

ગોયલે કહ્યું કે, અમારા અધ્યયન અનુસાર એક કપમાં 15 મીનિટના માટે 100 મીલી ગરમ પ્રવાહીમાં રાખવાથી તેમાં 25 હજાર માઈક્રોન આકારના પ્લાસ્ટિકના સુક્ષ્મકણો ભળે છે. એટલે કે દરરોજ ત્રણ કપ ચા પીવી કે કોફી પીનારાં વ્યક્તિઓના શરીરમાં પ્લાસ્ટિકના 75 હજાર સુક્ષ્મકણ જાય છે જે નરીઆંખોથી જોઈ શકાતા નથી. પરંતુ તેની સ્વાસ્થ્ય પર ગંભીર અસર પાડે છે.

એન્વાયરમેન્ટ એન્જિનિયરિંગ એન્ડ મેનેજમેન્ટ વાંચી રહેલા સંશોધનકર્તા અનુજા જોસેફ અને વેદ પ્રકાશ રંજને આ અનુસંધાનમાં ગોયલની મદદથી IIT ખડગપુરના નિદેશકે જણાવ્યું કે, આ અધ્યયન જણાવે છે કે ખતરનાક જૈવ ઉત્પાદનો અને પર્યાવરણ  પ્રદુષકોના સ્થાને તેનો વધારે પડતો ઉપયોગ પહેલી સારી રીતે વિચારણાની આવશ્યક્તા છે, આપણે પ્લાસ્ટિકના કપ અને ગ્લાસોની જગ્યાએ એકવાર ઉપયોગ યોગ્ય કાગળના કપોનો ઉપયોગ ઝડપથી શરૂ કરી દીધી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.