દિલ્હી પછી હવે હરિયાણા અને મુંબઇમાં ફટાકડા પર બૅન, જો કે કાળી ચૌદશે મુંબઇમાં થોડી છૂટછાટ અપાઇ

 કોરોના રોગચાળો અને શિયાળામાં થતા પ્રદૂષણને કારણે પાટનગર નવી દિલ્હી પછી હવે હરિયાણા અને મહારાષ્ટ્ર રાજ્યોએ પણ ફટાકડા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.

મુંબઇ મહાનગર પાલિકા (બીએમસી)એ આ જાહેરાત કરતાં કહ્યું હતું કે ખાનગી સોસાયટીમાં ફૂલઝર કે દાડમ જેવા સાદા ફટાકડા માત્ર 14 નવેંબરે (કાળી ચૌદશે) ફોડી શકાશે. એ સિવાય જાહેર સ્થળે કોઇ પણ પ્રકારના ફટાકડા ફોડી શકાશે નહીં.

જો કે દિલ્હીની જેમ મહારાષ્ટ્ર રાજ્ય સરકારે ફટાકડા ફોડતાં પકડાય એવા લોકોને કોઇ સજા કરવામાં આવશે કે કેમ એની જાહેરાત કરી નહોતી. બીજી બાજુ હરિયાણા સરકારે પણ દિવાળી અને બેસતા વર્ષે માત્ર રાત્રે આઠથી દસ ફટાકડા ફોડવાની  છૂટ આપી હતી. એ સિવાય ફટાકડા ફોડવા પર પ્રતિબંધ જાહેર કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.