ઉત્તર પ્રદેશ: ગાઢ ધૂમ્મસના પગલે આઠ કાર એકબીજા સાથે અથડાઇ, બે વ્યક્તિનાં મોત નીપજ્યાં

– સાત આઠ જણ ગંભીર રીતે ઇજા પામ્યા

ઉત્તર પ્રદેશના હાથરસમાં યમુના એક્સપ્રેસ વે પર આજે સવારે ગાઢ ધૂમ્મસના પગલે એક સાથે આઠ કાર એકબીજાની સાથે અથડાઇ હતી. બે વ્યક્તિનાં મરણ થયાં હતાં અને બીજા સાત આઠ જણને ગંભીર ઇજા થઇ હતી. ઇજાગ્રસ્તોને આગ્રાની હૉસ્પિટલમાં સારવાર માટે દાખલ કરાયા હતા.

આ વરસે ઉત્તર પ્રદેશ, પંજાબ, ચંડીગઢ વગેરે રાજ્યોમાં પાક લણણીની પહેલાં પરાળ બાળવાના બનાવો સતત વધતા રહ્યા હતા. બીજી બાજુ શિયાળો શરૂ થઇ રહ્યો હતો એટલે યમુના એક્સપ્રેસ વે પર ગાઢ ધૂમ્મસ જેવું થઇ ગયું હતું અને વિઝિબિલિટી ઘટી ચૂકી હતી.

આજે સવારે પોણા સાત વાગ્યે શાદાબાદ પોલીસને એવા સમાચાર મળ્યા હતા કે એક સાથે સાત આઠ કાર એકબીજાની સાથે અથડાઇ છે. પોલીસ તરત ઘટના સ્થળે ધસી ગઇ હતી અને ઇજાગ્રસ્તોને બહાર કાઢવામાં તેમજ હૉસ્પિટલમાં પહોંચાડવાના રાહત કાર્યમાં વ્યસ્ત થઇ ગઇ હતી એમ પોલીસ કમિશનર વિનિત જયસ્વાલે મિડિયાને માહિતી આપતાં કહ્યું હતું.

ગયા વરસે આ જ એક્સપ્રેસ વે પણ 24 કાર એકબીજાની સાથે અથડાઇ હતી. એક્સપ્રેસ વેને ક્લીયર કરવા માટે ક્રેનની મદદથી અકસ્માતગ્રસ્ત કાર્સને ખસેડવાની કામગીરી ચાલુ હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.