આ વર્ષે ઘૂસણખોરીમાં ઘટાડો, પરંતુ 300 આતંકીઓ એલઓસી પરથી ભારતમાં ઘૂસવાની તૈયારીમાં

સીમા સુરક્ષા દળે સોમવારે જણાવ્યું કે જમ્મુ કાશ્મીરમાં નિયંત્રણ રેખા પર માછીલ સેક્ટરમાં કોઇ આતંકવાદી નથી તે નિશ્ચિત કરવા માટે હજુ પણ અભિયાન શરુ છે. ઉત્તર કાશ્મીરના કુપવાડા જિલ્લાના માછિલ સેક્ટરમાં રવિવારે આતંકવાદીઓની ઘુસણખોરી સામે એક્શન લેતા સમયે એક અધિકારી સહિત ત્રણ જવાન શહીદ થયા હતા.  આ ઓપરેશન દરમિયાન સેનાએ ત્રણ આતંકીઓને ઠાર માર્યા હતા.

બીએસએફના પ્રવક્તાએ જણાવ્યું કે અભિયાન હજુ પણ શરુ છે. આ વિસ્તાર ઘણો અંતરિયાળ છે અને જમીન પણ ઉંચી નીચી છે. એલઓસી પર લગભગ 250થી 300 જેટલા આતંકીઓ ઘૂસણખોરીની ફિરાકમાં છે. જો કે સેનાની ઘૂસણખોરી વિરોધી ગ્રિડ ઘણી મજબૂત છે. ઉપરાંત સતત તેની ક્ષમતામાં વધારો પણ થઇ રહ્યો છે.

તેમણે સ્પષ્ટ કર્યુ કે આ પાકિસ્તાનની બોર્ડર એક્શન ટીમનો હૂમલો નહોતો પરંતુ આતંકી ઘૂસણખોરીનો પ્રયાસ હતો. તેમણે કહ્યું કે સેનાને પંદર દિવસ પહેલા જ આતંકી ઘૂસણખોરી વિશે સૂચના મળી હતી. જેથી સેનાએ તે વિસ્તારમાં રાત્રે અને દિવસે ત્યાં ચૂસ્ત પેટ્રોલિંગ કર્યુ અને ચાંપતી નજર પણ રાખી. ત્યારે રવિવારની રાતે એક વાગ્યે આ જગ્યા પર શંકાસ્પદ ગતિવિધિ જોવા મળી અને ત્યારબાદ ઘર્ષણ શરુ થયું. આ ઘર્ષણમાં ત્રણ જવાન શહીદ થયા છે તો સામે ત્રણ આતંકીઓ પણ ઠાર થયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.