ડુંગળી ભોજનના સ્વાદને વધારવા માટે ઓળખાય છે. વાત જ્યારે પનીર છોલે અને રાજમા બનાવવાની આવે છે ત્યારે ડુંગળી વગર આ શબ્જી બનાવવું અશક્ય જ લાગે. પરંતુ શું તમે જાણો છો કે ડુંગળી ન માત્ર તમારા ભોજનનો સ્વાદ વધારે છે પરંતુ તમારા સ્વાસ્થ્ય માટે પણ ફાયદાકારક માનવામાં આવે છે. ડુંગળીનો જ્યુસ પીવું સ્વાસ્થ્ય માટે ઘણું ગુણકારી માનવામાં આવે છે. ડુંગળીમાં કેટલાય પોષક તત્ત્વ મળી આવે છે. ડુંગળીમાં મેગ્નેશિયમ, એન્ટી ઇન્ફ્લેમેટરી, એન્ટી-એલર્જિક, એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-કાર્સિનોજેનિક ગુણ હોવાથી તે કેટલીય બીમારીઓથી બચવાનું કામ કરી શકે છે. ડુંગળીને વાળની સમસ્યાથી લઇને બ્લડ પ્રેશર જેવી ગંભીર સમસ્યાઓમાં પણ અસરકારક માનવામાં આવે છે. તો જાણો, ડુંગળીથી થતાં ફાયદાઓ વિશે…
સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે ડુંગળીનો જ્યુસ :-
1. પીરિયડ :-
પીરિયડના દુખાવા માટે ડુંગળીનો જ્યુસ ઘણો ફાયદાકારક માનવામાં આવે છે. પીરિયડ દરમિયાન થતી સમસ્યાઓથી છૂટકારો મેળવવામાં ડુંગળી ખૂબ જ અસરકારક માનવામાં આવે છે. ડુંગળીના જ્યુસને એનર્જી માટે પણ સારું માનવામાં આવે છે.
2. દાંત :-
ડુંગળી ખાવાથી ભલે મોંઢામાંથી થોડાક સમય માટે દુર્ગંધ આવે છે, પરંતુ મોંઢા તેમજ દાંત માટે ડુંગળીનો જ્યુસ ઘણો ગુણકારી માનવામાં આવે છે. ડુંગળી અથવા ડુંગળીનો જ્યુસ પીવાથી દાંતના દુખાવાથી છૂટકારો મળી શકે છે.
3. ઈમ્યૂનિટી :-
ડુંગળીનો જ્યુસ પીવાથી ઈમ્યૂનિટીને મજબૂત બનાવી શકે છે. ઈમ્યૂનિટી સીઝનલ સંક્રમણથી બચવાનું કામ કરે છે. ઈમ્યૂનિટી કમજોર થવાથી આપણે સીઝનલ સંક્રમણની ચપેટમાં આવી શકીએ છીએ.
4. સોજો :-
ડુંગળીનો જ્યુસ પીવાથી શરીરનો સોજો ઓછો કરી શકાય છે. ડુંગળીના જ્યુસમાં એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ હોય છે, જે લોહીમાં જલ્દી ભળી જાય છે. તેના સેવનથી સોજો ઝડપથી ઠીક કરવામાં મદદ મળી શકે છે.
5. બ્લડ પ્રેશર :-
ડુંગળીમાં મેગ્નેશિયમ ભરપૂર પ્રમાણમાં હોય છે, જે બ્લડ પ્રેશરને કંટ્રોલ કરવામાં મદદ કરી શકે છે. જે લોકોને બ્લડ પ્રેશરની સમસ્યા છે, તેમણે ડુંગળીના જ્યુસનું સેવન કરવું જોઇએ. તેના માટે ડુંગળીનો જ્યુસ ઘણો ફાયદાકારક હોઇ શકે છે. પરંતુ કોઇ પણ નુસ્ખા અજમાવતાં પહેલાં પોતાના ડોક્ટરની સલાહ લેવી જરૂરી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.