તમામ એક્ઝિટ પૉલ ખોટા સાબિત થાય એવાં પરિણામો, મોદી બ્રાન્ડ હજુ પણ ખણખણતા સિક્કા જેવી છે

– એક સિવાયનાં બધાં રાજ્યોમાં ભાજપની બોલબાલા

દરેક ચૂંટણી વખતે બને છે એમ આ વખતે પણ તમામ એક્ઝિટ પૉલ ઠોઠાં સાબિત થાય એવાં પરિણામો નજરે પડતાં હતાં. ત્રીજી અ્ને સાતમી નવેંબરે દેશનાં દસ નાનાંમોટાં રાજ્યોમાં થયેલી પેટાચૂંટણીમાં ફરી એકવાર નરેન્દ્ર મોદી બ્રાન્ડે ઝળહળતી સફળતા મેળવી હતી એમ કહી શકાય.

1970 અને 1980ના દાયકામાં જે દબદબો ઇંદિરા ગાંધીનો હતો એવો દબદબો આજે વડા પ્રધાન નરેન્દ્ર મોદીનો છે એમ કહેવામાં જરાય શંકા રહેતી નથી. કોરોના, ડામાડોળ આર્થિક પરિસ્થિતિ, ઉત્તર પ્રદેશમાં અને અન્યત્ર વધી રહેલા ગેંગરેપના કિસ્સા, જીવન જરૂરી ચીજોનો બેફામ ભાવવધારો અને સળગતી સરહદો જેવી ખાસ્સી મોટી સમસ્યાઓનો સામનો ભાજપ અને ખાસ તો નરેન્દ્ર મોદી કરી રહ્યા હતા. વિપક્ષોએ તેમને માથે માછલાં ધોવામાં જરાય કસર રાખી નથી. આમ છતાં બિહાર વિધાનસભાની ચૂંટણી અને દસ રાજ્યોની પેટાચૂંટણીમાં ભાજપને મળેલી સફળતા એ ખરેખ તો નરેન્દ્ર મોદીની સફળતા છે.

આજે તેમની બરાબરીનો કોઇ નેતા ભાજપ કે અન્ય કોઇ રાજકીય પક્ષ પાસે નથી. પોતાની વાત સામાને ગળે ઊતારવાની તેમની પ્રતિભા, ગજબનો આત્મવિશ્વાસ અને સાંભળનારને આંજી નાખે એવી સચો ટવક્તૃત્વ કલા એમની સૌથી મોટી મૂડી છે.

અત્યારે તો વડા પ્રધાને પોતાના પક્ષને બહુ મૂલ્યવાન દિવાળી ભેટ આપી છે એમ કહીએ તો ચાલે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.