દેશનું અર્થતંત્ર ડામાડોળ હતું ત્યારે મૂકેશ દર મિનિટે દોઢ કરોડ કમાતા હતા

– માત્ર ભારતના નહીં સમગ્ર એશિયાના સૌથી ધનવાન ઉદ્યોગપતિ છે

– લૉકડાઉન દરમિયાન પણ ધીકતી કમાણી કરતા હતા

કોરોના કાળમાં દેશનું અર્થતંત્ર ડામાડોળ થઇ ગયું હતું ત્યારે પણ  રિલાયન્સના મૂકેશ અંબાણી દર મિનિટે દોઢ કરોડ રૂપિયાની કમાણી કરતા હતા એવું એક અહેવાલમાં જણાવાયું હતું. વાસ્તવમાં કોરોના કાળમાં સમગ્ર વિશ્વના અર્થતંત્રને માઠી અસર થઇ હતી. પરંતુ મૂકેશ અંબાણીનો સિતારો સતત ઝળહળતો રહ્યો હતો.

માત્ર ભારતમાં નહીં, સમગ્ર એશિયા ખંડમાં અત્યારે મૂકેશ અંબાણી સૌથી વધુ શ્રીમંત ઉદ્યોગપતિ છે. ઇન્ડિયા ઇન્ફોલાઇન ટ્રેડિંગ એકાઉન્ટ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટ 2020ના અહેવાલ મુજબ આ વરસે લૉકડાઉન દરમિયાન દર કલાકે મૂકેશ અંબાણી 90 કરોડ રૂપિયા કમાયા હતા. કલાકના 90 કરોડ એટલે દર મિનિટે દોઢ કરોડની કમાણી થઇ. આવું નસીબ બહુ ઓછા લોકોનું જોવા મળે.

IIFL વેલ્થ હુરુન ઇન્ડિયા રીચ લિસ્ટના અહેવાલ મુજબ મૂકેશ અંબાણીની સંપત્તિ 2,77,700 કરોડની હતી એ વધીને 6,58,400 કરોડની થઇ ગઇ હતી. યાદીમાં મૂકેશ પછી જે પાંચેક નામો છે એ બધાંની સંપત્તિ કરતાં પણ મૂકેશની એકલાની સંપત્તિ વધી જતી હતી.

મૂકેશ સદા પોતાની કમાણી અને રહેણીકરણીના પગલે મિડિયાના કેન્દ્રમાં રહેતા આવ્યા હતા. વિશ્વમાં બહુ ઓછા શ્રીમંતો પાસે હોય એવા 27 મજલાના અને સેવન સ્ટાર હૉટલને પણ શરમાવે એવા આલીશાન ઘરમાં અંબાણી પરિવાર વસે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.