ચીનનાં “મિત્ર” નેપાળને કોરોના સંકટમાં ભારતે આપ્યા 28 ICU વેન્ટિલેટર

કોરોના સંકટમાં ભારતે ફરી એકવાર નેપાળને મોટી મદદ કરી છે. આ વર્ષે 2020મા ચીનને ખુશ કરવા માટે નેપાળે ભારતની સાથે વર્ષો જૂનો સંબંધ દાવ પર લગાવી દીધો હતો. તેમ છતાં ભારતે નેપાળના સૌથી સારા મિત્રની ફરજ નિભાવી છે. ભારતે કોરોના રોગચાળા સામેની લડાઈમાં મદદ માટે નેપાળ સરકારને 28 આઈસીયૂ વેન્ટિલેટર આપ્યા છે. કાઠમાંડુ સ્થિત ભારતીય દૂતાવાસ તરફથી આ જાણકારી આપવામાં આવી છે.

નેપાળ સ્થિત ભારતનાં દુતાવાસે જારી કરેલા નિવેદનમાં કહ્યું, ભારત સરકારે નેપાળ સરકારને કોવિડ-19 વિરુદ્ધની લડાઈમાં સહયોગ હેઠળ 28 આઈસીયૂ વેન્ટિલેટર આપ્યા છે. નિવેદનમાં કહેવમાં આવ્યું છે કે ભારતના રાજદૂત વિનય એમ ક્વાત્રાએ નેપાળના આરોગ્ય પ્રધાન ભાનુભક્ત ઢાકલને વેન્ટિલેટર સોંપ્યા છે.

અત્રે ઉલ્લેખનિય છે કે નેપાળમાં કોરોના સંક્રમિતોની સંખ્યા 1 લાખ 94 હજારથી વધુ છે. કોરોનાને કારણે અત્યાર સુધી 1108 લોકોના મૃત્યુ થયા છે. તો નેપાળમાં સંક્રમણને માત આપીને સારવાર બાદ 1 લાખ 58 હજાર લોકો સાજા થયા છે.

નોંધનિય છે કે કોરોનાનાં ગંભીર દર્દીઓનો જીવ બચાવવા માટે વેન્ટિલેટરની સૌથી વધુ જરૂર પડે છે. આ પહેલા પણ ભારતે નેપાળને કોવિડ-19 ટેસ્ટ કિટ, વેન્ટિલેટર અને દવાઓ આપી હતી, જેથી તે કોરોના પર નિયંત્રણ મેળવી શકે. નિવેદનમાં કહેવામાં આવ્યું કે, વેન્ટિલેટર સોંપવા દરમિયાન રાજદૂત ક્વાત્રાએ રોગચાળા પર નિયંત્રણ મેળવવા નેપાળની સરકાર અને લોકોની સાથે ભારતની એકતાની વાત કરી અને આ પ્રક્રિયામાં તમામ મદદ આપવાની પણ વાત કરી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.