નીતા અંબાણીની 57ની ઉંમરમાં પણ 25 વર્ષ જેવી ગ્લોઇંગ સ્કિન પાછળનું સિક્રેટ શું છે?

 સૌથી અમીર બિઝનેસમેનના પત્ની નીતા અંબાણીને તો બધા ઓળખે જ છે. ફેમિલી બિઝનેસમાં એક્ટિવ હોવાની સાથે નીતા બૉલીવુડ ઇવેન્ટ્સમાં પણ જોવા મળે છે. જ્યાં પાર્ટીમાં નીતા અંબાણી શાનદાર ડિઝાનર ડ્રેસીઝમાં જોવા મળે છે ત્યારે તેમની ગ્લોઈંગ સ્કિનથી તેમની ઉંમરનો અંદાજ કાઢવો મુશ્કેલ છે. પરંતુ શું તમે જાણો છો કે આ ઉંમરમાં પોતાની યંગ સ્કિનને કેવી રીતે મેઇન્ટેઇન રાખે છે? જાણો, નીતા અંબાણીના ગ્લોઇંગ સ્કિન પાછળનું તેમનાં રૂટિન વિશે…

નીતાનો છે ખાસ ડાયેટ

નીતાના શેફ અનુસાર, તેમના માટે ખાસકરીને લીલા શાકભાજી, જ્યુસ અને ઑઇલ ફ્રી તેમજ મસાલા રહિત ભોજન બનાવવામાં આવે છે. તેનાથી ન માત્ર તેઓ ફિટ રહે છે પરંતુ તે પોતાની સ્કિનને પણ ગ્લોઇંગ બનાવે છે.

ડિટોક્સ વૉટર

મોટાભાગે બૉડીને ડિટૉક્સ કરવા માટે લોકો ભરપૂર પાણી અથવા કોઇ ખાસ ડ્રિન્ક પીતાં હોય છે પરંતુ નીતાના ડાયેટમાં 5 પ્રકારના ડિટૉક્સ ડ્રિન્ક સામેલ હોય છે. તેનાથી ન માત્ર બૉડી તેમજ સ્કિન ડિટૉક્સ થાય છે પરંતુ આ તેમણે એન્ટી-એજિન્ગ સમસ્યાઓથી બચવામાં પણ મદદ કરે છે.

બીટનો જ્યુસ

તેઓ દરરોજ એન્ટી ઑક્સીડેન્ટથી ભરપૂર બીટનો જ્યુસ પીવે છે. તેનાથી શરીરમાં લોહીની ઉણપ પૂરી થાય છે અને આ બ્લડ સર્ક્યુલેશનને પણ ઠીક કરે છે. આટલું જ નહીં, નીતાની ગ્લોઈંગ લાલ ગાલનો રાઝ પણ બીટનો જ્યુસ જ છે.

પાલકનો જ્યુસ 

સ્કિનને યૂથફુલ બનાવવા માટે નીતા અંબાણી દરરોજ પાલક, કોથમીર અને લીંબૂના રસમાંથી બનાવેલ ડિટૉક્સ ડ્રિન્ક પીવાનું પસંદ કરે છે. તેનાથી ન માત્ર તેમને એનર્જી મળે છે પરંતુ આ તેમને એન્ટી-એન્જિંગથી બચાવવામા પણ મદદ કરે છે.

મલ્ટી ગ્રેઇન બ્રેડ

ત્વચાના સ્વાસ્થ્ય માટે ફાઇબર ખૂબ જ સારું હોય છે. સૌથી વધારે ફાઇબર ફ્રૂટ્સમાં હોય છે. પરંતુ તમે મલ્ટીગ્રેઇન બ્રેડને ખાઇને પણ ફાઇબરને ઇનટેક કરી શકો છો. નીતા અંબાણી નાસ્તામાં ડેલી મલ્ટી ગ્રેઇન બ્રેડ ખાય છે. તેમાં પાંચ પ્રકારના અનાજ મળતા હોય છે. તેનાથી ભૂખ પણ મટી જાય છે અને ભારેપણું પણ નથી લાગતું.

કોકોનેટ વૉટર 

તે દિવસમાં એકવાર નારિયેળના પાણીનું સેવન પણ કરે છે. નારિયેળ પાણી એન્ટી-માઇક્રોબિયલ અને એન્ટી ફંગલ હોય છે, જે તેમની સ્કિનને એન્ટી-એન્જિંગ સમસ્યાઓથી બચાવવાની સાથે ગ્લોઈંગ પણ બનાવે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.