Gujarat Corona Cases: આજે રાજ્યમાં 1049 નવા કેસ, 5 દર્દીનાં મોત, કુલ મૃત્યુઆંક 3773

દિપાવલીનો તહેવાર જેમ-જેમ નજીકઆવતો જાય છે, તેમ-તેમ રાજ્યમાં કોરોનાનાં કારણે  સ્થિતી ચિંતાજનક બનતી જાય છે.આજે રાજ્યમાં નવા 1049 કોરોના દર્દી નોંધાયા હતા. રાજ્યમાં 879 નવા દર્દીઓ સાજા થઇને ઘરે પરત ફરી ચુક્યા છે. અત્યાર સુધીમાં કુલ 1,66,468 દર્દીઓ સાજા થઇ ચુક્યા છે. રાજ્યમાં દર્દીઓના સાજા થવાનો દર 91.11 ટકા થઇ ચુક્યો છે.

ગુજરાતનાં વિવિધ જિલ્લાઓમાં કોરોનાના સંક્રમણનાં નોંધાયેલા કેસની વિગત આ પ્રમાણે છે, અમદાવાદ કોર્પોરેશન 166, સુરત કોર્પોરેશન 149, વડોદરા કોર્પોરેશન 80, રાજકોટ કોર્પોરેશન 79, મહેસાણા 53, રાજકોટ 49, બનાસકાંઠા 39, વડોદરા 39, પાટણ 36, ગાંધીનગર કોર્પોરેશન 34, સુરત 34, જામનગર કોર્પોરેશન 24, અમરેલી 20, જામનગર 20, સુરેન્દ્રનગર 18, ગાંધીનગર 17, મોરબી 15, ખેડા 14, સાબરકાંઠા 14, કચ્છ 13, મહીસાગર 13, અમદાવાદ 12, પંચમહાલ 12, તાપી 12, ભરૂચ 11, જુનાગઢ 9, ગીર સોમનાથ 8, જુનાગઢ કોર્પોરેશન 8, નર્મદા 8, ભાવનગર કોર્પોરેશન 7, દેવભૂમિ દ્વારકા 7, નવસારી 7, આણંદ 6, દાહોદ 5, અરવલ્લી 3, છોટા ઉદેપુર 3, વલસાડ 2, ભાવનગર 1, બોટાદ 1, પોરબંદર 1 કેસ સામે આવ્યા છે.

રાજ્યમાં ટેસ્ટની સંખ્યામાં પણ દિન પ્રતિદિન વધારો કરવામાં આવી રહ્યો હોવાના દાવા સરકાર કરી રહી છે. આજે રાજ્યમાં કુલ 52,960 ટેસ્ટ કરવામાં આવ્યા હતા. રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 65,72,903 ટેસ્ટ કરવામાં આવ્યા છે. રાજ્યના જુદા જુદા જિલ્લાઓમાં આજની તારીખે 4,96,526 દર્દીઓને ક્વોરેન્ટાઈન કરવામાં આવ્યા છે, જે પૈકી 4,96,436 વ્યક્તિઓ હોમ ક્વોરેન્ટાઈન છે અને 90 વ્યક્તિઓને ફેસીલીટી ક્વોરેન્ટાઈનમાં રાખવામાં આવ્યા છે.

જો એક્ટિવ દર્દીઓની વાત કરીએ તો રાજ્યમાં હાલ 12,478 એક્ટિવ કેસ છે. વેન્ટિલેટર પર 69 છે. જ્યારે 12409 લોકો સ્ટેબલ છે. 1,66,468 લોકોને ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. અત્યાર સુધીમાં કુલ 3773 લોકોનાં મોત નિપજ્યા છે. આજે 05 લોકોનાં મોત નિપજ્યાં છે. જે પૈકી અમદાવાદ કોર્પોરેશનના 3, રાજકોટ 1, અને સુરત કોર્પોરેશનના 1 દર્દીનું મોત કોરોનાને કારણે થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.