ઇસ્લામિક સ્ટેટનો આતંક : મોઝામ્બિકમાં 50થી વધુ લોકોના માથા વાઢી નાખ્યા

– ફૂટબોલ મેદાનમાં એકઠા કરીને નરસંહાર આચર્યો

– 3 વર્ષમાં 2 હજારથી વધારેને ઈસ્લામીક આતંકીઓએ મારી નાખ્યા, સવા ચાર લાખથી વધારે નાગરિકો બેધર

આફ્રિકાના પૂર્વ છેડે આવેલા દેશ મોઝામ્બિકમાં ઈસ્લામીક સ્ટેટનો આતંક જોવા મળી રહ્યો છે. સ્થાનિક પોલીસના કહેવા પ્રમાણેે ત્રણેક દિવસથી ચાલી રહેલા સંઘર્ષમાં આતંકીઓએ 50થી વધારે નાગરિકોના માથા કાપી નાખ્યાં છે. મોઝામ્બિકમાં 2017થી ઈસ્લામિક સ્ટેટ (આઈસિસ)નો આતંક જોવા મળી રહ્યો છે. ખાસ કરીને ઉત્તર છેડે આવેલા કાબો ડેલ્ગાડો પ્રાંતમાં આતંકીઓની સંખ્યા વધતી જાય છે.

ફૂટબોલ મેદાનમાં લોકોને એકઠા કરીને આતંકીઓએ તેમના સર કલમ કર્યા હતા. આ વિસ્તારમાં 2017થી આજ સુધીમાં આ રીતે 2 હજાર નાગરિકોને મારી નખાયા છે. આતંકીઓના ત્રાસથી 4.30 લાખ નાગરિકો ઘર-બાર છોડીને ભાગી છૂટયા છે.

આ વિસ્તારમાં ગેસનો મોટો ભંડાર છે. કિંમતી પથ્થર રૂબી પણ અહીંની ધરતીમાં થાય છે. તેના પર કબજો જમાવવા આતંકીઓ આ કાયરતાપૂર્ણ કૃત્ય કરી રહ્યાં છે. નજરે જોનારાઓએ કહ્યુ હતું કે આતંકીઓએ મારી નાખવા ઉપરાંત ઘરો પણ સગળાવી દીધા હતા. હુમલા વખતે આતંકીઓ મહિલા કે બાળકોને પણ છોડતા નથી. સત્તાધિશોએ કહ્યું હતું કે લાશોને એવી રીતે કાપી નાખવામાં આવે છે કે તેમની ગણતરી કરવી પણ મુશ્કેલ થઈ પડે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.