બિહાર વિધાનસભા અને મધ્ય પ્રદેશ સહિતનાં રાજ્યોની પેટાચૂંટણીમાં કોંગ્રેસની કારમી હાર પછી કોંગ્રેસે રાબેતા મુજબ ઈવીએમને દોષ દેવાનું શરૂ કરી દીધું છે. આશ્ચર્યજનક રીતે કોંગ્રેસમાંથી જ તેનો વિરોધ થયો છે.
સાંસદ કાર્તિ ચિદમ્બરમે સ્પષ્ટ શબ્દોમા કહ્યું કે, ચૂંટણીનાં પરિણામ જે પણ આવ્યાં હોય પણ હવે કોંગ્રેસે ઈવીએમને દોષ દેવાનું બંધ કરવું જોઈએ. મારા મતે ઈવીએમ સિસ્ટમ એકદમ ચોક્કસ અને વિશ્વસનિય છે.
ઈવીએમ સામે ફરી કોંગ્રેસે ઉઠાવી શંકા
કોંગ્રેસ વતી ઉદિતરાજે ઈવીએમ સામે શંકા કરતાં ટ્વિટ કરી હતી કે, મંગળ ગ્રહ અને ચંદ્ર તરફ જતાં યાનને પૃથ્વી પરથી નિયંત્રિત કરી શકાય તો ઈવીએમને હેક કેમ ન કરી શકાય ? રાજે એવી ટ્વિટ પણ કરી હતી કે, અમેરિકામાં ઈવીએમ હોત તો ટ્રમ્પ હાર્યા હોત ખરા ? મધ્ય પ્રદેશમાં કારમી પછડાટ પછી દિગ્વિજયસિંહે પણ ઈવીએમ સામે સવાલો ઉભા કર્યા છે.
કોંગ્રેસની સોશિયલ મીડિયા પર ઉડી રહી છે મજાક
કોંગ્રેસની બહાનેબાજી સામે સોશિયલ મીડિયા પર એવી મજાક ચાલી રહી છે કે, કોંગ્રેસ હારનાં બહાનાં શોધવામાં પણ મહેનત કરતી નથી ને મૌલિકતા બતાવતી નથી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.