બિહાર ચૂંટણીમાં કારમી હાર બાદ રાહુલ ગાંધીએ જેસલમેરનુ વેકેશન કેન્સલ કરી દીધુ

 પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી બિહારની ચૂંટણી માટેના પ્રચાર બાદ જેસલમેરમાં વેકેશન મનાવવાના હતા.જોકે મહાગઠબંધનની હાર બાદ હવે આ અંગત પ્રવાસ રદ કરી દેવાયો છે.

મળતી વિગતો પ્રમાણે ગઈકાલે મોડી રાતે જ આ નિર્ણય લેવાયો હતો.ઘણા તેને બિહારમાં કોંગ્રેસના શરમજનક દેખાવ સાથે જોડીને પણ અટકળો લગાવી રહ્યા છે.

અગાઉના કાર્યક્રમ પ્રમાણે રાહુલ ગાંધી આજે સવારે ચાર્ટર પ્લેન થકી જેસલમેર પહોંચવાના હતા.રાહુલ ગાંધીનો આ પ્રવાસ અંગત અને વ્યક્તિગત ગણવામાં આવી રહ્યો હતો.તેઓ બે દિવસ માટે જેસલમેરમાં રહીને અહીંના જોવાલાયક સ્થળોની મુલાકાત લેવાના હતા.

તેમના પ્રવાસને લઈને સમગ્ર તંત્ર એલર્ટ કરી દેવાયુ હતુ.યાત્રાની જાણકારી ગુપ્ત રાખવામાં આવી હતી.સીઆરપીએફની એક ટીમ પણ જેસલમેર રવાના કરી દેવાઈ હતી.સ્થાનિક નેતાઓને સ્વાગત કરવા માટે નહીં આવવા કહેવાયુ હતુ અને મીડિયાને પણ દુર રાખવાની યોજના હતા.

રાહુલ ગાંધી ચૂંટણી પ્રચારમાંથી થોડો સમય પોતાના માટે કાઢવા માંગતા હતા અને આ માટે તેમણે રાજસ્થાન પર પસંદગી ઢોળી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.