સાઇનસ નાક સાથે સંકળાયેલી એક એવી સમસ્યા છે જે એલર્જી, બેક્ટેરિયલ ઈન્ફેક્શન અથવા કોલ્ડના કારણે થઇ જાય છે. શિયાળાની ઋતુમાં સાઇનસની મુશ્કેલીઓ વધી જાય છે. સાઇનસના કારણે શરીરમાં લાળ જામવા લાગે છે જેનાથી માથામાં દુખાવો રહે છે અને શ્વાસ લેવામાં પણ તકલીફ અનુભવાય છે. સાઇનસની સમસ્યા 4 અઠવાડિયા અથવા તેનાથી વધારે સમય સુધી પણ રહી શકે છે. પરંતુ કેટલાક ઘરેલૂ રીતોથી આ સમસ્યાથી આરામ મળી શકે છે.
હાઇડ્રેટેડ રહો :- તરલ પદાર્થની કમીના કારણે સાઇનસની સમસ્યા વધી જાય છે. જો તમને સાઇનસની સમસ્યા છે તો ખુદને હંમેશા હાઇડ્રેટેડ રાખો. તેના માટે તમે ઘણું બધુ પાણી, ખાંડ વગરની ચા અથવા જ્યુસ પીઓ. આ તરલ પદાર્થ લાળને શરીરમાંથી બહાર નિકળવામાં મદદ કરે છે. સાઇનસની સમસ્યા ધરાવતા લોકોએ આલ્કોહોલ, કૈફીન અને સ્મૉકિંગથી દૂર રહેવું જોઇએ.
તીખા મસાલા :- કાળા મરી જેવા તીખા મસાલામાં એન્ટી-ઇન્ફ્લેમેટરી અને એન્ટી-બેક્ટેરિયલ ગુણ મળી આવે છે જે લાળને બહાર કાઢવામાં મદદ કરે છે આ ઉપરાંત એપ્પલ સાઇડર વિનેગર અને લીંબૂના રસમાં હોર્સરૈડિશ મિક્સ કરીને લેવાથી પણ સાઇનસની સમસ્યામાં રાહત મળે છે.
વરાળ લેવી :- સાઇનસને ઓછું કરવાનું સૌથી અસરકારક રીત નાશ લેવાનું છે. એક વાસણમાં ગરમ પાણી કરીને તેમાં પિપરમિન્ટ તેલનાં 3 ટીપાં, રોઝમેરી ઑઇલનાં ત્રણ ટીપાં અને નીલગિરી તેલનાં 2 ટીપાં નાંખો. હવે રૂમાલ ઢાંકીને આ પાણીની વરાળ લો. તેનાથી તમારી બંધ નાક ખુલી જશે અને તમને હળવું લાગશે.
હળદર અને આદુની ચા :- હળદરમાં એન્ટી-ઑક્સીડેન્ટ અને એન્ટી-ઇન્ફ્લેમેટરી ગુણ મળી આવે છે. હળદર અને આદુની ચા બલગમને હળવું કરવામાં મદદ કરે છે અને તેનાથી બંધ નાક પણ ખુલી જાય છે. સાઇનસની સમસ્યામાં હળદર અને આદુની ચા સૌથી અસરકારક આયુર્વેદિક ઉપચાર માનવામાં આવે છે. આ ઉપરાંત, 1 ચમચી મધની સાથે તાજું આદુનો રસ મિક્સ કરીને દિવસમાં 2 થી 3 વાર લઇ શકાય છે.
એપ્પલ સાઇડર વિનેગર :- એપ્પલ સાઇડર વિનેગર એટલે સફરજનનો સિરકો પણ સાઇનસમાં એક પ્રાકૃતિક ઉપચાર તરીકે કામ કરે છે. એક કપ ગરમ પાણીમાં 3 ચમચી સફરજનનું સિરકો નાંખીને પીવાથી સાઇનસનું દબાણ ઘટી જાય છે. સ્વાદ માટે તેમાં લીંબૂ અને મધ પણ મિક્સ કરી શકો છો. દિવસભરમાં ત્રણ સમય માત્ર એક ચમચી એપ્પલ સાઇડર વિનેગર લેવાથી પણ તમને ફાયદો થશે.
સૂપ :- શિયાળાની ઋતુમાં સૂપ પીવું એમ પણ ખૂબ જ ફાયદાકારક હોય છે. કેટલાય અભ્યાસમાં આ વાતનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે કે ગરમ સૂપ શરીરમાં જમા લાળને બહાર કાઢવામાં મદદરૂપ હોય છે. તમે શાકભાજીથી લઇને ચિકન સૂપ સુધી પણ બનાવી શકો છો.
તળેલાં અને મસાલેદાર ભોજનથી દૂર રહો :- ખાણી-પીણીની કેટલીક ખાસ વસ્તુઓ સાઇનસની સમસ્યાને વધારવાનું કામ કરે છે જેમ કે તળેલું-શેકેલું ખાવાનું, ચોખા અને મસાલેદાર વસ્તુઓ. સાઇનસની સમસ્યા ધરાવતા લોકોએ વિટામિન-A વાળી વસ્તુઓ વધારે ખાવી જોઇએ કારણ કે આ સાઇનર ઇન્ફેક્શનને ઓછું કરવાનું કામ કરે છે. આ ઉપરાંત તમારે આઇસ્ક્રીમ, ચીઝ અને દહીં જેવી ચીજવસ્તુઓ લેવાનું પણ ટાળવું જોઇએ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.