બિહાર ચૂંટણીમાં અસલી વિજેતા તેજસ્વી છે, ભવિષ્ય તેમનુ જ છે, શિવસેના થઈ ગઈ ઓળઘોળ

બિહાર ચૂંટણીઓના પરિણામ બાદ શિવસેનાએ આરજેડી નેતા તેજસ્વી યાદવના ભરપૂર વખાણ કર્યા છે અને બીજી તરફ મુખ્યમંત્રી અને એનડીએના સાથીદાર એવા જેડીયુ નેતા નિતિશ કુમારને ખરી ખોટી સંભળાવી છે.

મુખપત્ર સામનામાં શિવેસનાએ લખ્યુ છે કે, બિહારમાં બે વિપરિત વિચારધારાવાળી પાર્ટીઓને સફળતા મળી છે.જેમાં નિતિશકુમાર અને તેમની પાર્ટી ક્યાંય નથી.સીએમ તરીકે જનતાએ તેમને ફગાવી દીધા છે તેવામાં તેમને ફરી મુખ્યમંત્રી બનાવવા એ જનમતનુ અપમાન છે.આ હારેલા પહેલવાનને મેડલ આપવા જેવુ લાગે છે.

તેજસ્વીના વખાણ કરતા શિવસેનાએ કહ્યુ હતુ કે, આ ચૂંટણીમાં અસલી વિજેતા 31 વર્ષના તેજસ્વી યાદવ છે.તેમની પાર્ટી બિહારમાં પહેલા નંબરની પાર્ટી સાબિત થઈ છે.આ શ્રેય ભાજપને મળ્યુ નથઈ પણ તેઓ સત્તા બચાવવાનો આનંદ માણી શકે છે.જોકે જીતનો મુકટ તેજસ્વી યાદવના માથા પર જ છે.122ની જરુરી બહુમતિ સામે એનડીએને 125 બેઠકો મળી છે અને તેજસ્વીના ગઠબંધનને 110 બેઠકો મળી છે.આઠ બેઠકો તો માત્ર 100 થી 300 મતના સરસાઈથી એનડીએને મળી છે.આ સંજોગોમાં તેજસ્વી યાદવની પ્રતિભા બિહાર ચૂંટણી બાદ વધારે નીખરી છે.

શિવસેનાનુ કહેવુ છે કે, તેજસ્વી બિહારના જ નહી દેશના પણ નેતા બનવાની કાબેલિયત ધરાવે છે.તેજસ્વી યાદવે થોડી જ રાહ જોવાની છે, ભવિષ્ય તેમનુ જ છે.તેજસ્વી યાદવે એકલા હાથે લડત આપીને વિજય મેળવ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.