કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ દેશની વર્તમાન નાણાકીય સ્થિતિને લઈને ફરી મોદી સરકાર પર નિશાન સાધ્યુ છે અને દેશની હાલની સ્થિતિ માટે પીએમ મોદીના નિર્ણયનો જવાબદાર ગણાવ્યા છે.
રાહુલ ગાંધીએ આજે કહ્યુ હતુ કે, પીએમ મોદીએ જે પગલા ભર્યા છે તેના કારણે દેશ પહેલી વખત મંદીમાં ધકેલાઈ ગયો છે.રાહુલ ગાંધીએ એક ન્યૂઝ શેર કરીને કહ્યુ હતુ કે, ઈતિહાસમાં પહેલી વખત દેશ મંદીમાં ફસાયો છે.મોદીજી તરફથી જે નિર્ણયો લેવાયા હતા તેના કારણે ભારતની તાકાત તેની નબળાઈ બની ગઈ છે.
ઉલ્લેખનીય છે કે, રાહુલ ગાંધીએ જે ન્યૂઝ શેર કર્યો હતો તેમાં કહેવાયુ છે કે, રિઝર્વ બેન્કનુ અનુમાન છે કે, જુલાઈથી સપ્ટેમ્બર વચ્ચે બીજા ક્વાર્ટરમાં જીડીપી 8.6 ટકા સુધી સિમિત રહી જશે.
રાહુલ ગાંધીએ આ પહેલા પણ જીએસટી લાગુ કરવાના અને નોટબંધીના નિર્ણયની ટીકા કરેલી છે.દેશમાં કોરોનાના કારણે લાગુ કરાયેલા લોકડાઉનને પણ રાહુલ ગાંધીએ વગર વિચારે ભરવામાં આવેલુ પગલુ ગણાવ્યુ હતુ.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.