પોતાની ભૂલો નહીં સુધારે તો કોંગ્રેસ ખતમ થઇ જશે, અસરૂદ્દીન ઓવૈસીએ ઉચ્ચારી ભવિષ્યવાણી

– બિહારની ચૂંટણીનાં પરિણામો વિશે બોલી રહ્યા હતા

હૈદરાબાદના સાંસદ અને એાલ ઇન્ડિયા મજલિસ-એ-ઇત્તેહાદુલ-મુસ્લિમીન (AIMIM)ના અધ્યક્ષ અસદુદ્દીન ઓવૈસીએ કહ્યું હતું. તાજેતરની બિહારની ચૂંટણીના પ્રતિભાવ આપતાં ઓવૈસીએ કોંગ્રેસને  ભાજપની મદદગાર તરીકે વર્ણવ્યો હતો.

બિહારની ચૂંટણીમાં પહેલીવાર ઝંપલાવીને AIMIMએ પાંચ બેઠકો જીતી લીધી હતી. હવે ઓવૈસી પશ્ચિમ બંગાળ અને ઉત્તર પ્રદેશ જેવાં રાજ્યોની ચૂંટણી લડવાની મહત્ત્વાકાંક્ષા ધરાવે છે.  ઓવૈસીએ કહ્યું કે કોંગ્રેસ ક્યારેય પોતાની ભૂલનો એકરાર નથી કરતો કે ભૂલ સુધારતો નથી. આમ ને આમ રહ્યું તો કોંગ્રેસ ખતમ થઇ જશે.

તેમણે એવો દાવો કર્યો હતો કે મેં છેક આઠ મહિના પહેલા મહાગઠબંધન સ્થાપવા માટે પુરુષાર્થ શરૂ કર્યો હતો. એ વખતે એક નેતાએ મને વિચિત્ર સવાલ પૂછ્યો હતો કે તમે બિહારમાં ચૂંટણી શા માટે લડો છો. તમારે અહીં ચૂંટણી ન લડવી જોઇએ. એ પછી મેં રાજદના નેતાઓ સાથે બેઠકો યોજી હતી અને મહાગઠબંધનનો તખ્થો તૈયાર કર્યો હતો.

ઓવૈસીએ એવો આક્ષેપ કર્યો હતો કે પશ્ચિમ બંગાળમાં મમતાની સરકારે મુસ્લિમો માટે કશું કર્યું નથી. રાજ્યમાં આટલી બધી નિરક્ષરતા કેમ છે, 100માંથી ફક્ત ત્રણ મુસ્લિમ ગ્રેજ્યુએટ શા માટે. મમતા પોતાને ધર્મનિરપેક્ષ ગણાવીને મુસ્લિમોના મતો કબજે કરવા માગે છે. મુસ્લિમોને ભાજપનો ડર દેખાડે છે પરંતુ એ પોતે મુસ્લિમો માટે કશું કરતાં નથી. અમે ત્યાં પણ અમારા ઉમેદવારો ઊભા કરવાના છીએ. મમતાએ મુસ્લિમો માટે કામ કર્યું હોત તો ભાજપે ત્યાં 18 બેઠકો કેવી રીતે જીતી લીધી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.