નિતિશકુમાર ફરી સીએમ બનવા તૈયાર નહોતા, ભાજપના નેતાઓએ માંડ-માંડ મનાવ્યા

બિહાર ચૂંટણી બાદ ભલે એનડીએને 125  બેઠકો પર જીત સાથે સત્તા મળી હોય પણ નિતિશ કુમાર પરિણામો બાદ દુખી થછઈ ગયા છે.

ચિરાગ પાસવાનની લોક જનશક્તિ પાર્ટીએ ઉભા રાખેલા ઉમેદવારોના કારણે નિતિશની પોતાની પાર્ટી જેડીયુના મતોનુ ધોવાણ થયુ છે અને એનડીએમાં જેડીયુનુ પ્રદર્શન સાથી પક્ષ ભાજપ કરતા પણ ખરાબ રહ્યુ છે.2005 બાદ પહેલી વખત જેડીયુને આટલી ઓછી બેઠકો મળી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, સીટો ઓછી થવાના કારણે નિતિશ કુમાર તો સીએમ પદ પર રહેવા માટે પણ રાજી નહોતા.જોકે ભાજપના નેતાઓએ તેમને સીએમ તરીકે ચાલુ રહેવા માટે મનાવી લીધા છે.ભાજપે ચૂંટણી પહેલા પણ કહ્યુ હતુ કે, જેડીયુ કેટલી પણ બેઠકો જીતે પણ મુખ્યમંત્રી તરીકે નિતિશ કુમાર જ રહેશે.એ પછી સુશીલ મોદીએ પણ આવી જ વાત કરી છે.

સૂત્રોનુ કહેવુ છે કે, નિતિશ કુમારની નારાજગી એ વાત સામે છે કે, ચિરાગ પાસવાનની પાર્ટીના કારણે 25 થી 30 બે્ઠકો પર તેમની જીત હારમાં બદલાઈ ગઈ છે.એક ભાજપના નેતાનુ કહેવુ છે કે, નારાજ નિતિશ કુમારને અમે મનાવી લીધા છે.

એવી પણ અટકળો થઈ રહી છે કે, ભાજપે નિતિશકુમારને ખાતરી આપી છે કે, તેઓ પહેલાની જેમ જ સ્વતંત્ર રીતે સરકાર ચલાવી શકશે.નિતિશ કુમાર સીએમ રહેશે તેવુ પીએમ મોદી પણ કહી ચુક્યા છે.

એનડીએમાં ભાજપ પાસે 74, જેડીયુ પાસે 43 અને વીઆઈપી પાર્ટી તેમજ જિતિનરામ માંઝીની પાર્ટી પાસે 4-4 બેઠકો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.