કેન્દ્રીય પ્રધાન પ્રકાશ જાવડેકરે બોલાવેલી એક મિટિંગમાં ભાજપના મેહરૌલી જિલ્લા યુનિટના પ્રમુખ આઝાદ સિંઘે પોતાની પત્ની અને દિલ્હીની ભૂતપૂર્વ મેયર સરિતા ચૌધરીને થપ્પડ મારી દીધી હતી. આ ઘટના જોઇને હાજર રહેલા દરેક વ્યક્તિ ચોંકી ઊઠ્યા હતા.
દિલ્હી વિધાનસભાની તોળાઇ રહેલી ચૂંટણીની તૈયારીની ચર્ચા કરવા જાવડેકરે આ બેઠક બોલાવી હતી. બેઠક પૂરી થયા બાદ બધા બહાર નીકળતા હતા ત્યારે આઝાદ સિંઘે પત્ની પર હાથ ઊગામ્યો હતો.
દિલ્હી ભાજપના મંત્રી રાજેશ ભાટિયાએ કહ્યું હતું કે પ્રદેશ પ્રમુખ મનોજ તિવારીની ભલામણના પગલે આઝાદ સિંઘને મેહરૌલી જિલ્લા ભાજપ પ્રમુખપદેથી તત્કાળ ખસેડી લેવામાં આવ્યા હતા.
જાણકાર વર્તુળોએ કહ્યું હતું કે આઝાદ સિંઘ અને તેમનાં પત્ની સરિતા ચૌધરી વચ્ચે છૂટાછેડાનો કેસ ચાલી રહ્યો છે. તેમના દાંપત્યજીવનમાં તિરાડ પડી ચૂકી છે. આઝાદ સિંઘે સરિતાને થપ્પડ મારી ત્યારે પ્રકાશ જાવડેકર કાર્યાલયમાં હજુ હાજર હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.