મર્યાદા કરતા વધારે સોનું સાથે હોવાની શંકા પર દુબઈથી પરત ફરી રહેલા ક્રૂનાલ પંડ્યાની મુંબઈ એરપોર્ટ પર અટકાયત

IPL 2020માં મુંબઈ ઈંડિયંસને ચેમ્પિયન બનાવામાં મહત્વની ભૂમિકા ભજવનારો ઓલ રાઉન્ડર ક્રિકેટર ક્રૂણાલ પંડ્યાને મુંબઈ એરપોર્ટ પર ગેરકાયદેસર રીતે સોનુ રાખવાના કેસમાં અટકાયત કરવામાં આવી છે. અઘોષિત કિમતી સામાન લઈ જવાની શંકાના આધારે ક્રિકેટરની તપાસ કરવામાં આવી રહી છે.

ખેલાડી પર આરોપ છે કે, તેણે UAEથી નક્કી કરેલી મર્યાદા કરતા વધારે સોનું લાવ્યો છે. સાથે જ તેની પાસે અમુક કિમતી સામાન પણ મળ્યો છે. ક્રુણાલ પંડ્યાને ડાયરેક્ટરેટ ઓફ રેવન્યૂ ઈંટેલીજેંસના અધિકારીઓએ અટકાવ્યો. હાલમાં કસ્ટમના અધિકારીઓ તેની પૂછપરછ કરી રહ્યા છે.

વિદેશમાંથી સોનું લાવવા માટે હોય છે મર્યાદા

અરબ દેશોમાં સોનાના ભાવ ઘણાં ઓછા હોય છે. મોટા ભાગના લોકો ત્યાંથી સોનાની ખરીદી કરતા હોય છે. વિદેશમાંથી સોનૂ લાવવાના બે નિયમો છે. પુરૂષ મુસાફર 20 ગ્રામ અને મહિલા પોતાની સાથે 40 ગ્રામ સોના સાથે મુસાફરી કરી શકે છે. એક કિલો સુધીના સોના પર લગભગ 12.5% ટેક્સ ભરવો પડે છે. જ્યારે ઓછા સમય માટે વિદેશ ગયેલા લોકોને સોના પર 38%, અને 6 મહિના માટે રોકાવાના હોય તેવા મુસાફરને પાછા આવવા પર વધારાના સોના માટે 14% ટેક્સ ભરવો પડે છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.