ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય અર્થતંત્ર સતત છ માસથી મંદીમાં

ઇતિહાસમાં પ્રથમ વખત ભારતીય આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું હોવાનો દાવો સરકારની ટીકા કરનારે નહીં પણ સ્વયં આરબીઆઇએ કર્યો છે. આરબીઆઇના ડેપ્યુટી ગવર્નર અને મોનિટરી પોલિસીના ઇનચાર્જ માઇકલ પાત્રાએ જણાવ્યું છે કે વર્ષ 2020-21ના પ્રથમ છ માસિક ગાળામાં ભારતીય આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમાં પ્રવેશી ગયું છે.

ઉલ્લેખનીય છે કે જ્યારે સળંગ બે કવાર્ટરમાં જીડીપીમાં નેગેટિવ વિકાસ જોવા મળે છે એટલે કે સળંગ બે કવાર્ટરમાં જીડીપી માઇનસ રહે તો આૃર્થતંત્ર ટેકનિકલ મંદીમા પ્રવેશી ગયુ હોવાનું માનવામાં આવે છે.  કોરોના વાઇરસને કારણે નાણાકીય વર્ષ 2020-21ના પ્રથમ કવાર્ટર(એપ્રિલથી જૂન)માં જીડીપી માઇનસ 23.9 ટકા રહ્યો હતો.

ઉલ્લેખનીય છે કે આરબીઆઇના અંદાજ મુજબ બીજા કવાર્ટરમાં જીડીપી માઇનસ 8.6 ટકા રહેશે. નાણાકીય વર્ષ 2020-21ના બીજા કવાર્ટર( જુલાઇથી સપ્ટેમ્બર)ના જીડીપીના આંકડા 27 નવેમ્બરે જાહેર કરવામાં આવશે. આૃર્થશાસ્ત્રીઓનું માનવું છે કે ભારતીય આૃર્થતંત્રમાં સતત બીજા કવાર્ટરમાં નેગેટિવ ગ્રોથ જોવા મળશે.

આ દરમિયાન વૈશ્વિક રેટિંગ એજન્સી મૂડીઝે વર્ષ 2020 માટે જીડીપીનો અંદાજ રિવાઇઝ કર્યો છે. મૂડીઝે અગાઉ અંદાજ મૂક્યો હતો કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 9.6 ટકા રહેશે. મૂડીઝે પોતાના આ અંદાજમાં ફેરફાર કરીને જણાવ્યું છે કે બીજા કવાર્ટરમાં ભારતનો જીડીપી માઇનસ 8.9 ટકા રહેશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.