પાકિસ્તાને પણ સ્વીકાર્યુ, ભારતીય સેનાએ POKમાં અકલ્પનીય તબાહી સર્જી છે

સરહદ પર ફાયરિંગ કરીને ભારતની દિવાળી બગાડવાની પાકિસ્તાનની નાપાક હરકત ખુદ પાકિસ્તાનને જ ભારે પડી ગઈ છે.

જમ્મુ કાશ્મીર સરહદ પર પાકિસ્તાને કરેલા ફાયરિંગમાં ભારતના ત્રણ જવાન શહિદ થયા બાદ ભારતે કરેલા પ્રચંડ પ્રહારથી પાક સેના હતપ્રભ થઈ ગઈ છે.પાક કબ્જા હેઠળના  કાશ્મીરના નેતાઓએ સ્વીકાર્યુ છે કે, ભારતીય સેનાએ નિલમ અને લીપા ખીણમાં અત્યાર સુધીની સૌથી વધારે તબાહી મચાવી છે.

પાકિસ્તાની અખબાર ડોનના રિપોર્ટ પ્રમાણે નિલમ ખીણમાં ભારતે અત્યાર સુધીની સૌથી ભિષણ ગોળાબારી કરી છે અને તેમાં ચાર લોકોના મોત થયા છે , 25 લોકો ઘાયલ થયા છે અને 15 જેલા ઘરો તબાહ થઈ ગયા છે.

પીઓકેના કહેવાતા પીએમ રાજા હૈદરે તો પાકિસ્તાનના  પીએમ ઈમરાનખાન પર નિશાન સાધતા કહ્યુ છે કે, ઈમરાનખાને જાહેર કરવુ જોઈએ કે, નિયંત્રણ રેખા પર નાગરિકોની સલામતીની જવાબદારી કોની છે અને ક્યાં સુધી આ પ્રકારની ભિષણ તબાહીનો સામનો કરવો પડશે.

ઉલ્લેખનીય છે કે, ભારતીય સેનાના વળતા જવાબમાં પાકિસ્તાની સેનાના 11 સૈનિકો માર્યા ગયા છે .જોકે પાકિસ્તાને એક સૈનિકનુ મોત થયુ હોવાનુ અને પાંચ સૈનિક ઘાયલ થયા હોવાનો દાવો કર્યો છે.

બીજી તરફ પાકિસ્તાની સંસદના ડેપ્યુટી ચેરમેનનુ કહેવુ છે કે, ભારતીય સેના ગોળા નહી પણ બોમ્બ વરસાવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.