થાણે: રક્ષા મંત્રી રાજનાથ સિંહે થાણેમાં એક રેલીમાં કહ્યું છે કે, કોંગ્રેસે જાતિ, સંપ્રદાય અને ધર્મના આધાર પર સમાજમાં ભાગલા પાડો અને રાજ કરોની નીતિ અપનાવી છે. ભાજપ સરકારે સમુદાય અને જાતીયોની વચ્ચે દરેક પ્રકારના મતભેદોને ખતમ કરવાનો પ્રયત્ન કર્યો છે.
મહારાષ્ટ્રના મીરા-ભાયંદરથી ભાજપ ઉમેદવાર નરેન્દ્ર મહેતા માટે ચૂંટણી રેલી સંબોધતા તેમણે કહ્યું હતું કે, ભાજપના શાસનમાં ક્યારેય કોઈ કોમી રમખાણો નથી થયા, જ્યારે કોંગ્રેસના શાસનમાં એવું નહતું. વડાપ્રધાન નરેન્દ્ર મોદીની સરકારમાં સુપરસોનિક વિમાનની ગતિથી પ્રગતિ થઈ રહી છે. કોંગ્રેસ અને એનસીપીએ આ ગતિને ઓછી કરી છે. વિજ્યાદશ્મીએ 9 ઓક્ટોબરના દિવસે ઓમ લખીને ફાઈટર જેટની શસ્ત્ર પૂજા કરવા વિશે તેમણે કહ્યું કે, અન્ય સમૂદાયના લોકો જેવા કે ઈસાઈ, મુસ્લિમ, સિખ પણ આ પ્રકારના શબ્દો જેવા કે આમીન અને ઓમકાર લખીને પૂજા કરતા જ હોય છે.
રાજનાથ સિંહે કહ્યું કે, જ્યારે તેઓ શસ્ત્ર પૂજા કરતાં હતા ત્યારે પણ સમારોહમાં ઈસાઈ, મુસ્લિમ, સિખ, બૌદ્ધ જેવા દરેક સમુદાયના લોકો હાજર હતા. ત્યાં મેં માત્ર પીજા નહતી કરી પરંતુ વિમાન પણ ઉડાવ્યું હતું. રાજનાથ સિંહે રાફેલ ફાઈટર જેટ ખરીદવાનો શ્રેય વડાપ્રધાન મોદીને આપ્યો છે. તેમણે કહ્યું છે કે, બાલાકોટ એરસ્ટ્રાઈક સમયે આપણી પાસે લડાકૂ વિમાન હોત તો આપણે સીમા પાર જઈને આતંકીઓને ના મારવા પડતા.
AIMIM પ્રમુખ અસદુદ્દીન ઔવેસીએ કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી પર આકરા પ્રહાર કર્યા છે. તેમણે ભિવાડીમાં પાર્ટીના ઉમેદવાર માટે રેલી સંબોધતા કહ્યું કે, જ્યારે કોઈ જહાજ ડૂબે છે ત્યારે તેનો કેપ્ટન બધાને સુરક્ષીત રીતે બહાર કાઢવાનો પ્રયત્ન કરે છે પરંતુ રાહુલ ગાંધી એવા નેતા છે જેમણે કોંગ્રેસને ડૂબતી જોઈને પોતે નીકળી ગયા છે. 70 વર્ષથી મુસ્લિમો કોંગ્રેસના કારણે નહીં પરંતુ બંધારણ અને અલ્લાહની કૃપાથી જીવતા છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.