મહારાષ્ટ્રમાં સોમવારથી મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલશે, માસ્ક સહિતના નિયમોનું પાલન કરવું પડશે

દેશભરમાં આજે દિવાળીના તહેવારની ઉજવણી થઇ રહી છે. ત્યારે દિવાળીના દિવસે મહારાષ્ટ્રની ઉદ્ધવ સરકારે મંદિરો અને ધાર્મિક સ્થળોને ફરી વખત ખોલવાની મંજૂરી આપી છે. સરકારના આદેશ અનુસાર સોમવારે એટલે કે 16 નવેમ્બરથી મંદિરો અને ધાર્મિક સ્થળો ખુલશે. કોરોના કાળમાં જ્યારે આ મંદિરો ખોલવાની મંજૂરી મળી છે, પરંતુ તે માટેની ગાઇડલાઇન અને નિયમોનું પાલન કરવું પડશે. જેના માટે માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સિંગના નિયમોનું પાલન કરવું પડશે,

સરકારે આદેશ પ્રમાણે મંદિરો અને ધાર્મિક સ્થળોની અંદર જતા સમયે ફરજિયાત માસ્ક પહેરવાનું રહેશે. સાથે જ કેન્દ્ર સરકારે જાહેર કરેલી કોરોના ગાઇડલાઇનનું પણ પાલન કરવું પડશે. જો એક પણ વ્યક્તિ માસ્ક વગર ફરતો હશે તો તે ઓછામાં આછો 400 લોકોને કોરોનાનો ચેપ લગાડી શકે છે. થોડા સમય પહેલા જ મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરેએ સંકેત આપ્યા હતા કે દિવાળી બાદ ધાર્મિક સ્થળો ફરી વખત ખુલી શકે છે.

ઉલ્લેખનીય છે કે મહારાષ્ટ્રમાં ધાર્મિક સ્થળો ફરી વખત ખોલવા મુદ્દે ઉદ્ધવ ઠાકરે અને રાજ્યપાલ વચ્ચે વિવિદ પણ થયો હતો. રાજ્યપાલે ઉદ્ધવ ઠાકરેને પત્ર લખીને ફરી વખત મંદિરો ખોલવાની માંગ કરી હતી. તો ભાજપે પણ મંદિરો ખોલવા માટે ઉદ્ધવ ઠાકરે સામે વિરોધ પ્રદર્શન કર્યુ હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.