દિવાળીની રાતે રાજધાની દિલ્હીમાં 200 કરતા પણ વધારે આગની ઘટનાઓ, એક વ્યક્તિનું મોત

રાજધાની દિલ્હીમાં એનજીટી દ્વારા દિવાળીમાં ફટાકડા ફોડવા પર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ છતા લોકોએ ભરપૂર તશબાજી કરી. જેના કારણે દિલ્હીમાં પ્રદૂષણ તો વધ્યું જ પરંતુ આગની ઘટનાઓ પણ બની. એક દિવાળીની રાત્રે જ દિલ્હીમાં આગ લાગવાની 200 કરતા પણ વધારે ઘટનાઓ બની છે. આગજનીની આ ઘટનાઓમાં એક વ્યક્તિનો જીવ ગયો છે, તો લાખો રુપિયાનું નુકસાન પણ થયું છે. જો કે દિલ્હી માટે આ સમાચાર કંઇ નવા નથી. દર વરેષે દિલ્હીમાં દિવાળીની રાત્રે આગની આટલી જ ઘટનાઓ બને છે.

દિવાળીની રાત્રે દિલ્હીમાં આગની કુલ 205 ઘટનો બની છે. જેમાં એક જગ્યાએ લાકડાના ગોદામમાં આગ લાગતા એક વ્યક્તિનું મોત થયું છે. દિલ્હી ફાયર સર્વિસના અતુલ ગર્ગે જણાવ્યું કે અમને શનિવારે 205 ફાયર કોલ્સ મળ્યા હતા. જેમાંથી 129 તો પીક ઓવરમાં પ્રાપ્ત થયા છે. ગયા વર્ષની તુલનામાં આ વર્ષે ફાયર કોલની સંખ્યામાં ઘટાડો થયો છે. મુંડકામાં લાકડાના ગોદામમાં આગ લાગવાની ઘટના બની છે. આ આગ એટલી ભયાનક હતી કે તેમાં એક વ્યક્તિનું મોત થયું છે. ફાયર ફાઇટરની 12 ગાડીઓની મહેનત બાદ આગ કાબૂમાં આવી હતી.

તો બીજી તરફ કેશવપુરા વિસ્તારમાં ભારત પેટ્ર્લ પંપ પાસે એક રેસ્ટોરન્ટમાં આગ લાગી હતી. આગના કારણે આખી રેસ્ટોરન્ટ બળીને ખાક થઇ પરંતુ કોઇ જાનહાનિ થઇ નહોતી. પાછલા વર્ષોની વાત કરીએ તો 2019માં 245, 2018માં 271, 2017માં 204, 2016માં 243 અને 2015માં 290 આગની ઘટનાઓ દિવાળીની રાત્રે બની હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.