DyCMનું પત્તુ કપાવવાની સંભાવના વચ્ચે સુશીલ મોદીનું દર્દ છલકાયું, કહ્યું- કાર્યકર્તાનું પદ તો કોઈ છીનવી શકે નહી

બિહારમાં નવી સરકારની તસવીર પહેલાં કરતાં જુદી હોવાની આશા છે. સૌથી મોટી વાત એ માનવામાં આવી રહી છે કે સુશીલ મોદી DyCM પદ પર નહી બેસે. સુત્રો પ્રમાણે લગભગ નક્કી થઈ ચુક્યું છે કે આ વખતે DyCMના પદ માટે બે નામ તારકિશોર પ્રસાદ અને રેણું દેવીના નામનું ઔપચારિક એલાન બાકી રહી ગયું છે. આ વચ્ચે સુશિલ કુમારનું દર્દ છલકાયું છે.

તેમણે ટ્વીટ કરી કહ્યું કે, પાર્ટી તેમને આગળ જે જવાબદારી સોંપશે તે સ્વિકારશે, પોતાના ટ્વીટમાં તેમણે કહ્યું કે, ભાજપ અને સંઘ પરિવાર મને 40 વર્ષોની રાજકિય જીવનમાં એટલું આપ્યું કે કદાચ અન્ય કોઈ પાસેથી નહી મળ્યું હોય. આગળ પણ જે જવાબદારી મળશે તે નિભાવિશ. કાર્યકર્તાનું પદ તો કોઈ છીનવી શકે નહી.

DyCM પદ માટે તારકિશોર અને રેણું દેવી લગભગ નક્કી

તારકિશોર પ્રસાદને આજ ભાજપના વિધાનમંડળના નેતા તરીકે પસંદ કરવામાં આવ્યા છે. તેઓ કટિહારથી ચૂંટાઈને આવ્યા છે. જ્યારે રેણું દેવી બેતિયાથી ચૂંટાઈને આવ્યા છે. રેણું દેવીને વિધાનમંડળના ઉપનેતા તરીકે ચૂંટવામાં આવ્યા છે. આ બંન્નેના ચૂંટાવવા પર સુશીલ મોદીએ શુભકામનાઓ પાઠવી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.