Guinness World Records : જાણો, કેટલાક અજીબો ગરીબ ગિનીસ વર્લ્ડ રેકોર્ડ વિશે…

ફેમસ થવાની ઇચ્છા વ્યક્તિને ટેલેન્ટેડ બનાવે છે અથવા તો અજીબો-ગરીબ હરકતો કરવા પર મજબૂર કરે છે. આ બંને કેટેગરીમાં સર્વશ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓનું નામ ગિનીસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાય છે. આ બુકમાં હજારો લોકોના નામ છે પરંતુ કેટલાક ખૂબ જ વધારે લોકપ્રિય અને ખાસ છે. ‘ગિનીસ વર્લ્ડ રેકૉર્ડ ડે’ ના અવસરે આશ્ચર્યજનક કારનામા કરનાર કેટલાક લોકો વિશે જાણો..

નીલાંશી પટેલ :- વર્ષ 2019માં ગુજરાતના નીલાંશી પટેલે ટીનેજર કેટેગરીમાં સૌથી લાંબા વાળ ધરાવનાર તરીકે ગિનીસ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. તેમણે 190 સેન્ટીમીટર લાંબા વાળની સાથે આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

પીટર ગ્લેઝબ્રુક :- ભોજનમાં ડુંગળીનો જાયકો માણનાર લોકો તો તમે ઘણા જોયા હશે પરંતુ ડુંગળીને સાચવીને તેને ઉછેરતાં ક્યારેય જોયા છે. ઇંગ્લેન્ડના પીટર ગ્લેજબ્રુક વિશ્વની સૌથી મોટી ડુંગળીના માલિક છે. જે ડુંગળી સાથે તેમણે આ વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો છે તેનું વજન 8 કિલોગ્રામથી પણ વધારે છે.

રામ સિંહ ચૌહાણ :- રાજસ્થાનના રામ સિંહ ચૌહાણ પણ પોતાની લાંબી મૂછોનાં દમ પર આ રેકોર્ડ બુકમાં પોતાનું નામ નોંધાવી ચુક્યા છે. રામ સિંહે પોતાની 14 ફૂટ લાંબી મૂછોને 39 વર્ષોથી કપાવી નથી.

જ્યોતિ અમાગે :- નાગપુરની રહેવાસી જ્યોતિ અમાગેનું નામ વિશ્વની સૌથી નાની મહિલાનો ગિનીસ રેકૉર્ડ છે. જ્યોતિનું કદ માત્ર 24.7 ઇન્ચ છે. તેમણે પોતાના 18માં જન્મદિવસે વર્ષ 2011માં આ રેકૉર્ડ બનાવ્યો હતો.

થ્રી ડી પેઈન્ટિંગ :- બ્રિટેનના આર્ટિસ્ટ જે હિલ્સના નામે વિશ્વની સૌથી મોટી થ્રીડી પેઇન્ટિંગ બનાવવાનો રેકોર્ડ નોંધાયો છે. લગભગ 12,000 સ્ક્વેયર ફૂટની આ થ્રીડી પેઇન્ટિંગ તેમણે લંડનની કૈનરી વૉર્ફમાં બનાવી હતી. આ પેઇન્ટિંગનું દ્રશ્ય ઉંચાઇથી જોઇને તમે દંગ રહી જશો.

સ્વેતલાના પૈંક્રાતોવા :- રશિયાના 49 વર્ષીય સ્વેતલાના પૈંક્રાતોવા વિશ્વમાં સૌથી લાંબા પગના માલિક છે. 51.9 ઇન્ચ લાંબા પગની સાથે પૈંક્રાતોવાનું નામ ગિનીસ વર્લ્ડ રેકૉર્ડમાં નોંધાયું છે.

ઈજોબેલ વૈર્લી :- ઇજોબેલ વૈર્લીનું નામ શરીર પર સૌથી વધારે ટેટૂ કરાવવાનો રેકોર્ડ નોંધાવ્યો છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, તેમણે 49 વર્ષની ઉંમરમાં પોતાના શરીર પર પ્રથમ ટેટૂ કરાવ્યું હતું. તેના શરીરનો લગભગ 93 ટકા ભાગ ટેટૂથી ઢંકાઇ ગયો હતો. વર્ષ 2015માં 77 વર્ષની ઉંમરમાં તેમનું અવસાન થયું હતું.

ક્રિસ વૉલ્ટન :- ક્રિસ વૉલ્ટનના નામે વિશ્વમાં સૌથી લાંબા નખ રાખવાનો રેકોર્ડ છે. તેમના ડાબા હાથના નખ 10 ફૂટ 2 ઇન્ચ લાંબા છે, જ્યારે જમણા હાથમાં 9 ફૂટ 7 ઇન્ચના નખ છે. તે 18 વર્ષથી પોતાના નખ વધારી રહી છે.

થાનેશ્વર ગુરાગઇ :- નેપાળના થાનેશ્વર ગુરાગઇ ટૂથબ્રશ પર સૌથી વધારે સમય સુધી ફુટબોલ ફેરવનાર વ્યક્તિ છે. તેમણે 22.41 સેકેન્ડ સુધી આમ કરીને બ્રિટેનના થૉમસ કૉનર્સનો રેકોર્ડ તોડ્યો હતો.

કજુહિરો વતાનબે :- જાપાની ફેશન ડિઝાઇનર કજુહોરો વતાનબે માથા પર સૌથી લાંબી ચોટલી રાખનાર વ્યક્તિ છે. ગિનીસ વર્લ્ડ રેકોર્ડ અનુસાર, વતાનબેએ પોતાના માથા પર 3 ફૂટ 8.6 ઇંચની લાંબી ચોટલી રાખીને આ કીર્તિમાન સ્થાપિત કર્યો હતો.

રૉલ્ફ બુચોલ્ઝ :- જર્મનીના રોલ્ફ બુચોલ્ઝના નામે ચહેરા પર સૌથી વધારે પિયરસિંગ કરવાનો રેકોર્ડ છે. તેમણે પોતાના ચહેરા પર 453 પિયરસિંગ કરાવ્યા છે.

શી પિંગ :- ચીનના શી પિંગે શરીર પર લગભગ 3 લાખ 31 હજાર મધમાખીઓ ચોંટાડીને એક વિચિત્ર વર્લ્ડ રેકોર્ડ બનાવ્યો હતો. આ મધમાખીઓનું વજન લગભગ 33 કિલોગ્રામ હતું. આ કારનામા કરીને તેમણે વર્ષ 2008માં રુઆન લિયાંગમિંગનો રેકોર્ડ બ્રેક કર્યો હતો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.