પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ આયુષ્યમાન ભારત યોજનાને સ્વસ્થ ભારત દિશામાં મહત્વનો માઇલસ્ટોન બતાવ્યો છે. પ્રધાનમંત્રી મોદીએ કહ્યું છે કે આ યોજના હેઠળ એક વર્ષમાં 50 લાખથી વધારે નાગરિકોએ નિઃશુલ્ક ઉપચારનો લાભ ઉઠાવ્યો છે.
પીએમ મોદીએ ટવિટ કરી આ યોજનાને ગણાવી માઇલસ્ટોન
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ટવિટ કરી સ્વસ્થ ભારત બનાવાની યાત્રામાં આયુષ્યમાન ભારત યોજના એક માઇલસ્ટોન પથ્થર સાબિત થયો છે. આ પ્રત્યેક ભારતીય માટે ગર્વની વાત છે કે એક વર્ષમાં 50 લાખ નાગરિકોએ નિઃશુલ્ક ઉપચારનો લાભ લીધો છે. જેનો મુખ્ય શ્રેય આયુષ્યમાન ભારત યોજનાને જાય છે.
ઉલ્લેખનીય છે કે આયુષ્યમાન ભારત યોજના કેન્દ્રની મોદી સરકારની મહત્વપૂર્ણ યોજના છે. જેનો ઉદ્દેશ્ય આર્થિક રીતે કમજોર લોકોને સ્વાસ્થ્ય વીમો પ્રદાન કરવાનું છે. 2018 સપ્ટેમ્બરમાં શરૂ થયેલી આ યોજનાનું લક્ષ્ય 10 કરોડ ગરીબ અને ઓછી-મધ્યમ આવકવાળા પરિવારોને સ્વાસ્થ્ય વીમા યોજનાના માધ્યમથી પ્રતિ પરિવારને 5 લાખ રૂપિયાનો વીમો પૂરો પાડવાનો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.