જમ્મુ-કાશ્મિરમાં ઇતિહાસનું સૌથી મોટું જમીન કૌભાંડ બહાર આવ્યું છે, રૂપિયા 25 હજાર કરોડનાં આ જમીન કૌભાંડમાં ઘણી પાર્ટીઓનાં નેતાઓ પણ સમાવેશ થાય છે, રાજ્યમાં સરકારી જમીન પર કબજો કરનારા નેતાઓ અને અમલદારોની એક યાદી બહાર આવી છે.
આ જમીન કૌભાંડમાં પીડીપી નેતા અને પુર્વ નાણા પ્રધાન હસીબ દરબોનો પણ સમાવેશ થવાની પુષ્ટી થઇ છે, તે ઉપરાંત તેમના પરિવારનાં શહેજાદા બાનો, એઝાઝ હુસૈન અને ઇફ્તિખાર દરબોનાં નામનો પણ ખુલાસો થયો છે, તે ઉપરાંત કોંગ્રેસનાં નેતા કેકે અમલા પર પણ આ ઘોટાળામાં સામેલ થવાની પુષ્ટી થઇ છે, હવે આ તમામ પાસેથી સરકારી જમીન પાછી મેળવી લેવામાં આવશે.
1999નાં પહેલા જે સરકારી જમીન હતી તેને ગરીબ લોકોને કાયદેસર રીતે જમીન ઉપલબ્ધ કરાવવા માટે રોશની એક્ટ બનાવવામાં આવ્યો હતો, તેનો બીજો ઉપયોગ પાવર પ્રોજેક્ટના માટે નાણા એકત્રિત કરવાની હતી, જેથી તેને જમ્મુ-કાશ્મિરનાં પાવર પ્રોજેક્ટમાં લગાવવામાં આવી શકે, પરંતું તેમાં પણ અવારનવાર સુધારા થતા રહ્યા છે, સમય-સમય પર રાજ્યમાં સરકારો બદલાતી રહી અને સતત રાજનેતાઓ તેનો ફાયદો ઉઠાવતા રહ્યા.
આ કૌભાંડમાં કેટલાક બિઝનેશમેન પણ સંડોવાયેલા છે, રાજ્યનાં એલજી મનોજ સિંહાએ સ્પષ્ટ શબ્દોમાં કહ્યું હતું કે તમામ જમીન પાછી લઇ લેવામાં આવશે, તે જ કારણ છે કે આ પગલું લેવામાં આવી રહ્યું છે, જે લોકોએ સરકારી જમીન પોતાના નામે તો કરી જ સાથે-સાથે પોતાના પરિવારજનોને પણ આવી, હવે હાઇકોર્ટનાં હુકમ બાદ આ લોકો પાસેથી જમીન પાછી મેળવી લેવામાં આવશે, આશા વ્યક્ત કરવામાં આવી રહી છે કે રાજ્યમાં યોજાનારા ડીડીસી ઇલેક્સન દરમિયાન આ એક મોટો મુદ્દો બની શકે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.