ટીમ ઇન્ડિયાના પૂર્વ કેપ્ટન રહેલ સૌરવ ગાંગુલી ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના નવા બૉસ બનવા જઇ રહ્યા છીએ. 23 ઑક્ટોબરથી ગાંગુલીના નેતૃત્વમાં પ્રશાસકોની નવી ટીમ કમાન સંભાળશે. બોર્ડના અધ્યક્ષ બનવાથી દાદાને કરોડો રૂપિયાના નુકસાનનો સામનો કરવો પડી શકે છે.
બીસીસીઆઇ અધ્યક્ષ તરીકે ગાંગુલીનો કાર્યકાળ 10 મહિનાનો હશે, કારણ કે એમને સપ્ટેમ્બર 2020 બાદ કૂલિંગ ઑફ પીરિયડ પર જવું પડશે. એનો મતલબ એ છે કે ગાંગુલી છ વર્ષ સુધી જ બીસીસીઆઇથી જોડાયેલા કોઇ પણ પદ પર રહી શકશે.
47 વર્ષીય ગાંગુલી હાલ કમેન્ટ્રી પણ કરે છે, ટીવી શો માં એક્સપર્ટસની ભૂમિકામાં જોવા મળે છે અને સૌથી મોટી ચીજ એ કે તે આઇપીએલમાં દિલ્હી કેપિટલ્સની ટીમની સાથે મેન્ટ તરીકે જોડાયા હતા. બીસીસીઆઇ અધ્યક્ષ બનવાથી એને મોટી રકમનું નુકસાન થશે. મીડિયા રિપોર્ટ્સનું માનીએ તો એમને સાત કરોડનું ભારે નુકસાન થઇ શકે છે. ગાંગુલીની કેપ્ટનસીમાં ટીમ ઇન્ડિયા 2003 વર્લ્ડકપમાં ઉપવિજેતા રહી હતી. એમને ખૂબ આક્રમક કેપ્ટન માનવામાં આવતા હતા.
ક્રિકેટ એસોસિએશન ઑફ બંગાળના હાલના અધ્યક્ષ ગાંગુલીને બીસીસીઆઇ પ્રમુખનું પદ સંભાળ્યા બાદ કૉમેન્ટ્રી છોડવી પડશે. સાથે એમને મીડિયા કૉન્ટ્રેક્ટ કરારને પણ એક તરફ રાખવો પડશે. બીસીસીઆઇના નિયમ અનુસાર કોઇ પણ વ્યક્તિ બોર્ડથી જોડાયેલબે પદો પર રહી શકે નહીં. એટલા માટે ગાંગુલીને અધ્યક્ષ તરીકે પોતાના તમામ કોમર્શિયલ કરારને ખતમ કરવા પડશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.