અમારી સરકાર બનતા જ ખેડૂતો માટેનો મોદી સરકારનો કાળો કાયદો નાબૂદ કરી દઈશું: કોંગ્રેસ

મોદી સરકારના નવા કૃષિ કાયદા સામે એક તરફ ખેડૂતો વિરોધ કરી રહ્યા છે ત્યારે કોંગ્રેસે જાહેરાત કરી છે કે, જે દિવસે અમારી સરકાર આવી તે દિવસે ખેડૂતો માટેના આ કાળા કાયદાને નાબૂદ કરી દેવામાં આવશે.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, ખેડૂતોની માંગણીઓ પૂરી કરાવ માટે પાર્ટી તેમની સાથે ઉભી છે.બીજી તરફ કોંગ્રેસના મહાસચિવ પ્રિયંકા વાડ્રાએ કહ્યુ હતુ કે, એક દેશ અને એક ચૂંટણીની વાત કરનારા પીએમ મોદીએ ખેડૂતો સાથે પણ એક દેશ, એક વ્યવહાર પર વિચારવુ જોઈએ.પ્રિયંકાએ કહ્યુ હતુ કે, ખેડૂતોનો અવાજ દબાવવા માટે તેમના પર પાણી વરસાવાઈ રહ્યુ છે અને રસ્તાઓ ખોદી નાંખીને તેમને રોકવામાં આવી રહ્યા છે.જોકે સરકાર તેમને એ બતાવવા માટે તૈયાર નથી કે કાયદામાં એપીએમસીના કાનૂની હકની વાત ક્યાં લખાયેલી છે.

કોંગ્રેસ પ્રવક્તા સૂરજેવાલાએ કહ્યુ હતુ કે, આ રાજકીય લડાઈ નથી.આ રોજી રોટી અને ખેતી માટેની લડાઈ છે.કોંગ્રેસ અને બીજા તમામ વિરોધ પક્ષ ખેડૂતો સાથે ઉભા છે.આ માટે જે પણ કૂરબાની દેવી પડે તે આપવા તૈયાર છે.સરકાર ખેડૂતોને ટેકાના ભાવ આપે તો અમે સરકારના વખાણ કરીશું પણ ખેડૂતો પર જો સરકાર અત્યાચાર કરશે તો અમે સહન નહીં કરી લઈએ.જો ખેડૂતોએ રોજી રોટી પેદા કરવાનુ બંધ કરી દીધુ તો દિલ્હીનો દરબાર ધરાશાયી થઈ જશે.જે દિવસે કોંગ્રેસની સરકાર બની તે દિવસે આ કાળો કાયદો ઉખાડીને ફેંકી દેવામાં આવશે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.