કંગનાનુ ઘર તોડવા બદલ મુંબઈ કોર્પોરેશનને વળતર ચુકવવાનો હાઈકોર્ટનો હુકમ, ચુકાદામાં કરી આવી ટિપ્પણી

બોલીવૂડ એક્ટ્રેસ કંગનાનુ પાલી હિલ ખાતે આવેલી ઘર કમ ઓફિસ તોડવા માટે હવે મુંબઈ કોર્પોરેશનને વળતર ચુકવવા માટે હાઈકોર્ટે હુકમ કર્યો છે.

બોમ્બે હાઈકોર્ટના ચુકાદા પ્રમાણે કંગનાની ઓફિસમાં તોડફોડના કારણે જે નુકસાન થયુ છે તેનુ મુલ્યાંકન કરવામાં આવશે અને એ પ્રમાણે વળતર ચુકવવાનુ રહેશે.કોર્ટે એ પણ માન્યુ છે કે, આ તમામ તોડફોડ કંગનાને ધમકાવવા માટે અને દબાવવા માટે કરવામાં આવી હતી અને કોર્ટે કહ્યુ છે કે, તોડફોડનુ મુલ્યાંકન કરનાર વ્યક્તિ કંગના અ્ને બીએમસી બંને પક્ષની વાત સાંભળશે.એ પછી જે પણ વળતર હશે તે કોર્પોરેશને ચુકવવુ પડશે.ત્રણ મહિનાની અંદર મુલ્યાંકનની કામગીરી પુરી કરવાની રહેશે.ઓફિસનો બાકીનો હિસ્સો કે જેને કોર્પોરેશન ગેરકાયદે ગણાવે છે તેને કાયદેસર કરવાનો રહેશે.

ઉલ્લેખનીય છે કે બે મહિના સુધી કેસ ચાલ્યા બાદ આજે તેનો ચુકાદો આવ્યો છે.સાથે સાથે કોર્ટે કંગનાને પણ ચેતવણી આપી છે કે, કંગનાએ સમજી વિચારીને નિવેદન આપવા જોઈએ.કંગનાએ આપેલા નિવેદન જવાબદારી પૂર્ણ નથી પણ આ નિવેદનોને અવગણવામાં આવે તે જ વધારે સારો રસ્તો હોત.કોઈ વ્યક્તિ મૂર્ખતાપૂર્ણ વાતો કરે તો રાજ્ય દ્વારા આ માટે તાકાદનો ઉપયોગ ના કરી શકાય.

કોર્ટે સંજય રાઉત દ્વારા તોડફોડ પહેલા અપાયેલા ધમકીપૂર્ણ નિવેદનોનુ પણ એનાલિસીસ કરાયુ હતુ.કોર્ટે કોર્પોરેશનની જોરદાર ઝાટકણી કાઢી છે.

કંગનાએ કોર્ટના ચુકાદા પર ખુશી વ્યક્ત કરતા કહ્યુ છે કે, આ વ્યક્તિની નહીં પણ લોકશાહીની જીત છે.જેમણે મને સાથ સહકાર આપ્યો છે તે તમામનો આભાર.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.