ઝાયડસ બાયોટેક પાર્ક પહોંચ્યા PM મોદી, કોરોના વેક્સિનની તૈયારીઓનુ કરી રહ્યા છે નિરીક્ષણ

Zydus બાયોટેક પાર્ક પહોંચ્યા વડા પ્રધાન મોદી

વડા પ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ સ્થિત Zydus બાયોટેક પાર્ક પહોંચી ચૂક્યા છે. તેઓ અહીં શોધકર્તાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે. પીએમ મોદી શોધકર્તાઓ સાથે વેક્સિન સાથે જોડાયેલા પાસાઓ પર વાત કરી રહ્યા છે. આમાં કોરોના વેક્સિનનું પ્રોડક્શન, સ્ટોરેજ, ડિસ્ટ્રીબ્યુશન સામેલ છે. પીએમ મોદી આની પર પણ વાત કરશે કે જો વેક્સિન તૈયાર થાય છે તો સામાન્ય રીતે તમામને આપવામાં આવશે અથવા ફરી કોરોનાથી પ્રભાવિત થનારા લોકોને આપવામાં આવશે. આ તમામ મુદ્દા પર પીએમ મોદી વાત કરી રહ્યા છે.

એક તરફ અમદાવાદમાં ભારત બાયોટેકની કોવેક્સિન રસીની ટ્રાયલ શરૂ થઇ ચૂકી છે ત્યારે બીજી તરફ ઝાયડસ ફાર્માની કોરોનાની રસી ઝાયકોવિડ વેકસીનનું પણ અંતિમ તબક્કાનું પરીક્ષણ ચાલી રહ્યું છે. જેનું નિર્દેશન કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી શનિવારે અમદાવાદની મુલાકાતે આવ્યા છે.
ઝાયકોવિડ વેકસીનના પરીક્ષણ અને માર્કેટમાં કેવી રીતે લોકોને મળી શકશે તેને લઈને વડાપ્રધાન ચર્ચા કરશે. ઝાયકોવિડ વેકસીનનું અંતિમ તબક્કામાં પરીક્ષણ ચાલી રહ્યું છે ત્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદી કોરોનાની રસીને લઈને કોઈ મોટી જાહેરાત પણ કરી શકે છે. આ મુલાકાત બાદ 11 વાગે પીએમ મોદી પુણે જવા રવાના થશે જ્યાં સિરમ ઇન્સ્ટિટયૂટની મુલાકાત માટે જઇ શકે છે.
વડાપ્રધાન નરેન્દ્ર  મોદી આજે શનિવારે પૂણે, અમદાવાદ અને હૈદરાબાદની મુલાકાત કરશે. અહીં તેઓ બનાવવામાં આવી રહેલી કોવિડ 19ની રસી સાથે જોડાયેલ કામગીરીની સમીક્ષા કરશે. પ્રધાનમંત્રી કાર્યાલયે આ માહિતી આપી છે.
પીએમઓ દ્વારા ટ્વીટ કરાઈ છે કે, પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી રસીની પ્રોસેસની વ્યક્તિગત સમીક્ષા કરવા માટે ત્રણ મોટા શહેરોની મુલાકાત કરશે. તેઓ અમદાવાદના ઝાયડસ કેડિલા ઉપરાંત હૈદરાબાદમાં ભારત બાયોટેક અને પૂણેની સીરમ ઈન્સ્ટિટ્યૂટ ઓફ ઈન્ડિયામાં જશે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે અમદાવાદ પ્રવાસે છે.
પીએમ મોદી અમદાવાદની ઝાયડસ કેડિલા કંપનીના પ્લાન્ટની મુલાકાત લેવાના છે. ત્યારે ઝાયડસના પ્લાન્ટને ફરતે સઘન સુરક્ષા ગોઠવી દેવાઈ છે. આજે પીએમ મોદીની અમદાવાદની મહત્વપૂર્ણ મુલાકાત લેવાના છે.
પીએમ મોદી ઝાયડસ કેડિલાની કંપનીના પ્લાન્ટમાં બની રહેલી કોરોનાની રસી મામલે મુલાકાત લેવાના છે. અમદાવાદના ચાંગોદર સ્થિત ઝાયડસ કેડિલા કંપનીનો પ્લાન્ટ આવેલો છે.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી માટેના આગમન માટે તાત્કાલિક હેલિપેડ તૈયાર કરવામાં આવ્યું છે. ત્યારે આજે પીએમ મોદીની મુલાકાતને પગલે ગઈકાલે પોલીસ રિહર્સલ પણ યોજાઈ હતી. આજે સવારે લગભગ 8.55 વાગ્યાની આસપાસ પીએમ મોદી અમદાવાદ એરપોર્ટ પર પહોંચશે. જે બાદ તેઓ પ્લાન્ટ વિઝીટમાં જશે.
સેનાપતિની જેમ નેતૃત્વ કરી રહ્યા છે વડા પ્રધાન મોદી: ડૉ. હર્ષવર્ધન
વડા પ્રધાન નરેન્દ્ર મોદીના લેબ પ્રવાસ પર સ્વાસ્થ્ય મંત્રી ડૉ. હર્ષવર્ધને કહ્યુ કે કોરોના સામે લડતમાં પીએમ નરેન્દ્ર મોદી એક સેનાપતિની જેમ દેશમાં કરવામાં જઈ રહેલા પ્રયાસોને નેતૃત્વ કરી રહ્યા છે. વેક્સિનના વિકાસ અને વિનિર્માણની પ્રક્રિયાની સમીક્ષા માટે આજે 3 શહેરોની તેમની યાત્રા એ દર્શાવે છે કે તેઓ આ મહામારીને લઈને કેટલા ગંભીર છે.
આગામી વર્ષે માર્ચ સુધી આવી શકે છે ઝાયડસની વેક્સિન
ઝાયડસ કેડિલાએ કોરોના વેક્સિન બનાવવા માટે નેશનલ બાયોફાર્મા મિશન, વિરાક અને ભારત સરકારના બાયોટેકનોલૉજી વિભાગની સાથે કરાર કર્યા છે. ઝાયડસ કેડિલાની કોરોના વેક્સિન ઝાયકોવ ડી નામથી આવી રહી છે. એક અનુમાન અનુસાર આગામી વર્ષે માર્ચ સુધી ઝાયડસ કેડિલા વેક્સિન ઉપયોગ કરવા માટે તૈયાર થઈ શકે છે. રિપોર્ટ અનુસાર ઝાયડસ કેડિલા 17 કરોડ વેક્સિન બનાવવાની તૈયારી કરી રહ્યુ છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.