મોદી સરકારના નવા કૃષિ કાયદા સામે પંજાબ અને હરિયાણાના ખેડૂતો જંગે ચઢ્યા છે અને બીજી તરફ પોલીસ સાથે તેમનુ ઘર્ષણ પણ થયુ છે.આવામાં કોંગ્રેસ પાર્ટીએ ખેડૂતોને પોતાનો ટેકો જાહેર કર્યો છે.
કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ આજે ખેડૂત પર સુરક્ષાબળનો એક જવાન લાઠી ઉગામતો હોય તેવી તસવીર શેર કરીને મોદી સરકારને સાણસામાં લીધી હતી.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, ભાજપ સરકારમાં દેશની વ્યવસ્થા કેવી છે તેની આ તસવીર છે.રાહુલ ગાંધીએ કહ્યુ હતુ કે, દેશનો નારો હતો જય જવાન..જય કિસાન પણ પીએમ મોદીના અહંકારના કારણે આજે જવાને ખેડૂત સામે ઉભા રહેવાનો વારો આવ્યો છે.આ બહુ ખતરનાક સ્થિતિ છે.
બીજી તરફ પ્રિયંકા ગાંધીએ પણ કહ્યુ હતુ કે, ભાજપના અબજપતિ મિત્રો જ્યારે દિલ્હી આવે છે ત્યારે તેમના માટે લાલ જાજમ પાથરવામાં આવે છે અને ખેડૂતો માટે દિલ્હી આવવાના રસ્તા રોકવામાં આવી રહ્યા છે.દિલ્હી સરકાર ખેડૂતો માટે કાયદો બનાવે તે યોગ્ય અને ખેડૂતો તેની સામે રજૂઆત રકાવ માટે દિલ્હી આવે તો તે ખોટુ છે.
આ પહેલા કેજરીવાલ સરકારે પણ દિલ્હીમાં નવ સ્ટેડિયમમાં ખેડૂતોને અટકાયત કરીને રાખવા માટે કામચલાઉ જેલ બનાવવાની અરજી ફગાવી દીધી છે.આમ ખેડૂત આંદોલનમાં ખેડૂતોની સહાનુભૂતિ મેળવવા માટે તમામ વિપક્ષોએ ભાજપ સામે હવે મોરચો માંડ્યો છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.