કોરોના સંકટથી વિશ્વનાં મોટા અર્થતંત્રોને પણ જોરદાર ફટકો, Q2 માં ભારતનો દેખાવ સૌથી ખરાબ

કોરોના સંકટએ સતત બીજા ક્વાર્ટરમાં વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓની જીડીપીને પણ ફટકો પાડ્યો છે. જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળા દરમિયાન મોટી અર્થવ્યવસ્થામાં ભારતનું આ બીજું સૌથી ખરાબ પ્રદર્શન છે. સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ભારતની જીડીપી 7.5 ટકા ઘટી ગઇ, જો કે જૂન ક્વાર્ટરના 23.9 ટકાના ઘટાડા કરતા વધુ સારી છે.

કોવિડ -19 રોગચાળા અને લોકડાઉન સાથે વિશ્વની તમામ મોટી અર્થવ્યવસ્થાઓ સંઘર્ષ કરી રહી છે. ત્યારે દુનિયાની બીજા ક્રમની સૌથી મોટી અર્થવ્યવસ્થા ચીનનો દેખાવ સારો રહ્યો છે,  2020નાં જુલાઈ-સપ્ટેમ્બર ક્વાર્ટરમાં ચીનની અર્થવ્યવસ્થામાં અગાઉના ત્રિમાસિક ગાળામાં 3.2 ટકાની તુલનાએ 4.9  ટકાની વૃધ્ધી થઇ છે. અન્ય મોટી અર્થવ્યવસ્થાની સ્થિતી બીજા ક્વાર્ટરમાં પણ કાંઇક આવી રહી છે….

બ્રિટન

બીજા ક્વાર્ટરમાં બ્રિટન પ્રદર્શન સૌથી ખરાબ રહ્યું. મોટી અર્થવ્યવસ્થામાં, એક માત્ર બ્રિટનમાં આ દરમિયાન જીડીપીમાં 9.6 ટકાનો ઘટાડો થયો છે. બ્રિટન સતત ત્રીજા ક્વાર્ટરમાં ઘટાડાની સાથે મંદીની વચ્ચે છે. વર્ષ 2020નાં એપ્રિલથી જૂન ક્વાર્ટરમાં બ્રિટિશ અર્થતંત્રને 21.7 ટકાની સૌથી મોટી મંદીનો સામનો કરવો પડ્યો.

જાપાન

જુલાઈથી સપ્ટેમ્બરનાં ગાળામાં જાપાની અર્થવ્યવસ્થામાં ઘટાડો 5.8 ટકા પર પહોંચી ગયો હતો. 1980ની વૈશ્વિક નાણાકીય કટોકટી પછી, જાપાનની અર્થવ્યવસ્થામાં એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં રેકોર્ડ 9.9 ટકાવો ઘટાડો નોંધાયો હતો.

ઇટાલી

બીજા ક્વાર્ટરમાં ઇટાલીની જીડીપી 7.7 ટકા ઘટી છે. જો આપણે 2020 ના એપ્રિલ-જૂન ક્વાર્ટરની વાત કરીએ, તો તેની જીડીપી 1995ની Q1 પછીનો સૌથી નીચો હતો. પ્રથમ ક્વાર્ટરમાં રેકોર્ડ ઘટાડા સાથે ઇટાલીનો જીડીપી 17.7 ટકા હતો.

જર્મની

અગાઉના ત્રિમાસિક ગાળામાં જર્મનીનો જીડીપી 11.3 ટકા તૂટ્યો હતો. બીજા ક્વાર્ટરમાં જર્મનીનો જીડીપીમાં 4 ટકાનો ઘટાડો આવ્યો છે, જે દેશના આંકડાકીય કાર્યાલય દ્વારા અડધી સદી પહેલા ત્રિમાસિક આર્થિક ડેટાને ટ્રેક કર્યા પછીનો સૌથી નીચો છે.

ફ્રાન્સ

2020નાં જુલાઈથી સપ્ટેમ્બરના ત્રિમાસિક ગાળામાં ફ્રાન્સનો જીડીપી 4.3 ટકા ઘટ્યો. તે અગાઉના ત્રિમાસિક ગાળામાં 18.9 ટકા ઘટ્યો હતો.

અમેરિકા

એપ્રિલ-જૂન ક્વાર્ટરમાં અમેરિકાની જીડીપીમાં 9.1 ટકાનો ઘટાડો થયો હતો. તો વળી, સપ્ટેમ્બર ક્વાર્ટર દરમિયાન, અમેરિકાના જીડીપીમાં 2.9 ટકાનો ઘટાડો નોંધાયો છે. 2020નાં સપ્ટેમ્બર ક્વાર્ટરમાં, અમેરિકાનો વાસ્તવિક જીડીપી 33.1 ટકાના વાર્ષિક દરે (7.4 ટકાના ત્રિમાસિક દરે) વૃદ્ધિ પામ્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.